મોહસીન દાલ, ગોધરા@મંતવ્ય ન્યૂઝ
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે આવેલા તાલુકા પંચાયત કચેરી ખાતે આજરોજ રાજયકક્ષાના મંત્રી જયદ્રથસિંહ પરમાર દ્વારાકૃષિ વૈવિધ્યકરણ યોજનાનો શુભારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આ યોજનાઓ શુભારંભ કરાવવામાં આવ્યો હતો. આ યોજના દ્વારા પંચમહાલ જિલ્લાના આદિજાતિ ખેડૂતોને બિયારણ, ઓર્ગેનિક ખાતર તેમજ યુરિયા ખાતરની કીટ આપવામાં આવશે, આજરોજ ઘોઘંબા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોના હસ્તે લાભાર્થી ખેડૂતોને બિયારણ કીટ આપી જિલ્લામાં આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજયકક્ષાના મંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવાયું હતું કે “કૃષિ વૈવિધ્યકરણ યોજના” રાજ્યના નાના અને સીમાંત આદિવાસી ખેડૂત ભાઈઓ અને બહેનોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં આદિજાતિ વિભાગની એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે. આ યોજના અંતર્ગત આદિતિ ખેડૂતોને અડધા એકર જમીન માટે સુધારેલ જાતના શાકભાજીના બિયારણ કે કારેલા, દૂધી, ટામેટા, ભીંડા અને રીંગણમાંથી કોઇ પણ એક પાક માટેના બિયારણ અથવા મકાઇના બિયારણ ઉપરાંત ખેડૂતોને ૫૦ કિગ્રા. (એક થેલી ઓર્ગેનિક ખાતર) સાથે યુરિયાં પણ આપવામાં આવશે. રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે તે ધ્યાનમાં રાખી ચાલુ વર્ષે ઓર્ગેનિક ખાતર પણ આપવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

આદિવાસી ખેડૂતો માત્ર પરંપરાગત ખેત પધ્ધતિ ઉપર જ નિર્ભર ન રહેતાં સુધારેલ મકાઈ તથા શાકભાજીના બિયારણ તથા ઓર્ગેનિક ખાતર અને આધુનિક ખેતીને લગતી આવશ્યક તાલીમ મેળવી વધુ ખેત ઉપજ અને વધુ આવક રળતા થાય અને તેઓનું જીવનધોરણ સધ્ધર થાય તેવા ઉદ્દેશથી શરૂ થયેલી આ યોજના હેઠળ અત્યાર સુધીમાં આશરે ૧૦.૦૦ લાખ આદિજાતિ ખેડૂતોને લાભો આપવામાં આવ્યા છે. ચાલુ વર્ષે ૧,૨૬,૭૦૦ લાભાર્થીઓને ૩.૩૦.૦૦ કરોડથી વધુ રકમના ખર્ચે લાભાન્વિત કરવામાં આવનાર છે.

વધુમાં મંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે આપને આપવામાં આવતાં બિયારણ અને ખાતરનો યોગ્ય રીતે ઉપયોગ થાય તથા આપને જે તાલીમ આપવામાં આવે તેનું પાલન કરી આ યોજનાનો પૂરેપૂરો લાભ મેળવો અને આપની ખેત ઉપજ વધે તે દિશામાં પુરી મહેનત કરો.ખાસ કરી આદિવાસી વિસ્તાર કૃષિ આધારિત વ્યવસાય પર નિર્ભર છે ત્યારે “કૃષિ વૈવિધ્યકરણ યોજના” આપણા માટે વિશેષ મહત્વ ધરાવે છે.ઘોઘંબા તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ કામિનીબેન સોલંકી, છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા, સામાજીક અને ન્યાય સમિતિના અધ્યક્ષ મણીબેન રાઠોડ, કાલોલ ધારાસભ્ય સુમનબેન ચૌહાણ, ઘોઘંબા તાલુકા પંચાયત પ્રમુખ રંગેશ્વરીબેન રાઠવા, ઘોઘંબા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ છેલુભાઈ રાઠવા, જિલ્લા કલેકટર અમિત અરોરા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
“કૃષિ વૈવિધ્યકરણ યોજના” વર્ષ ૨૦૨૧-૨૦૨૨ના શુભારંભ પ્રસંગે લાભ મેળવનાર ઘોઘંબા તાલુકાના લાભાર્થી ખેડૂતોની યાદી
૧ રાઠવા સેગલભાઈ
૨ રાઠવા મોતીભાઈ ભુરાભાઈ
૩ રાઠવા રાલુભાઈ ભોદરભાઈ
૪ રાઠવા મેઘલાભાઈ જાફરભાઈ
૫ રાઠવા ઝાલુભાઈ સેંગાભાઈ
૬ રાઠવા રડતીબેન બલસિંગભાઈ
૭ રાઠવા દલિયાભાઈ અમરાભાઇ
૮ રાઠવા નારસિંહ નાગજીભાઈ
૯ રાઠવા ફતેસિંહ ખાપરભાઈ
૧૦ નાયક મનસુખભાઈ રૂપસિંહ
૧૧ રાઠવા વિરજીભાઈ વાઘજીભાઇ
૧૨ રાઠવા શારદાબેન રમણભાઈ
૧૩ રાઠવા નાનિયાભાઈ રામાભાઈ
૧૪ રાઠવા ભારતસિંહ ભાઈલાલ
૧૫ રાઠવા ગોપાલભાઈ નાયકાભાઇ
