Not Set/ હાર્દિક પટેલનું જેલ સાથે ચલકચલાણું, દિલ્હી શાહીનબાગ રેલી સાથે છે સંબંધ ..?

હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. અમદાવાદની સાબરમતી જેલમાંથી છૂટકારો થતાની સાથે જ માણસા પોલીસ ધરપકડ કરી લીધી.  માણસામાં હાર્દિક સામે જાહેરનામા ભંગ થવાની ફરિયાદ થઈ છે.  જે સંદર્ભે હાર્દિકની ફરીથી ધરપકડ કરવામાં આવી.  કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ રાજદ્રોહ કેસમાં કોર્ટમાં હાજર ન રહેતા કોર્ટે વોરંટ ઇસ્યુ કરતા અમદાવાદ પોલીસે હાર્દિક પટેલની ધરપકડ કરી સેશન્સ […]

Gujarat Others

હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. અમદાવાદની સાબરમતી જેલમાંથી છૂટકારો થતાની સાથે જ માણસા પોલીસ ધરપકડ કરી લીધી.  માણસામાં હાર્દિક સામે જાહેરનામા ભંગ થવાની ફરિયાદ થઈ છે.  જે સંદર્ભે હાર્દિકની ફરીથી ધરપકડ કરવામાં આવી.

 કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ રાજદ્રોહ કેસમાં કોર્ટમાં હાજર ન રહેતા કોર્ટે વોરંટ ઇસ્યુ કરતા અમદાવાદ પોલીસે હાર્દિક પટેલની ધરપકડ કરી સેશન્સ કોર્ટમાં રજૂ કર્યો હતો.  જ્યાં શરતોને આધીન હાર્દિક પટેલને જામીન મળ્યા હતા.

જામીન પર મુક્ત થતાની સાથે જ હાર્દિક પટેલની માણસા પોલીસે અટકાયત કરી હતી. માણસામાં જાહેર સભા કરીને હાર્દિકે જાહેરનામાનો ભંગ કર્યો હતો.  તે કેસમાં માણસા પોલીસે હાર્દિકની અટકાયત કરી હતી.  ત્યારે ત્યાં તેઓને કોર્ટમાં રજૂ કરાશે અને તે બાદ જમીન મળતા,  સિદ્ધપુરમાં પણ માણસાની જેમ જાહેરનામા ભંગ મામલે પોલીસ અટકાયત કરી હાર્દિકને કોર્ટમાં રજૂ કરશે.

નીખીલ સવાણી

સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી હાર્દિકને બહાર લવાયો તે સમયે  NSUI ના મહામંત્રી નિખિલ સવાણી તેમજ ગીતા પટેલ સહિત NSUIના વિદ્યાર્થીઓ હાર્દિકના સમર્થનમાં આવ્યા હતાં ત્યારે મીડિયા સાથે વાત કરતા નિખિલ સવાણીએ કહ્યું હતું કે આજે દિલ્હીમાં હાર્દિક પટેલ ધી હિન્દુ કોલેજમાં જાહેર સભામાં હજારો વિદ્યાર્થીઓને સંબોધન કરવાના હતા તેમજ દિલ્હીમાં આવેલા શાહીનબાગમાં શિક્ષણનો વિરોધ કરવાનાં હતા તે બાબતોને દબાવવા પોલીસે હાર્દિક પટેલની અટકાયત કરી હતી.

જયેશ પટેલ

સેન્ટ્રલ જેલમાંથી મુક્ત થયા બાદ હાર્દિક પટેલની માણસા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. બાદ તેમને ગાંધીનગર LCB ખાતે લઇ જવાય હતા. ત્યારે પાસ કન્વીનર જયેશ પટેલે જણાવ્યું હતું  કે હાર્દિકને ખોટી રીતે હેરાન કરાય છે. હાર્દિકની લોકપ્રિયતા વધી રહી છે એટલે તેની એક પછી એક જુના કેસોમાં ધરપકડ કરાઈ રહી છે.

ધારાસભ્ય કિરીટ પટેલ

હાર્દિક ની ઉપરઉપરી ધરપકડ અંગે પાટણ ના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે, સરકાર પાસ અને કોંગ્રેસના કાર્યકરોને હેરાન કરી રહી છે. કોઈને કોઈ કારણ શોધીને  સરકાર હેરાન કરી રહી છે. હાર્દિકને 3 વર્ષ જુના કેસમાં પકડવામાં આવ્યો છે. અહીં ગાંધીનગરથી હાર્દિકને માણસા લઈ જવામાં આવશે, માણસાથી જામીન મળશે એટલે સિધ્ધપુર લઈ જવાશે.

ઉલ્લેખનીય છે કે, ૨૪ જાન્યુઆરીના રોજ રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલની અમદાવાદ સેસન્સ કોર્ટમાં સુનાવણી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.