Jammu Kashmir/ પહેલગામમાં 39 જવાનોને લઈ જતી બસ દુર્ઘટનાગ્રસ્ત, 7થી વધારે જવાનોના મોત

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાનોને લઈને જઈ રહેલી બસ ઊંડી ખીણમાં પડી ગઈ છે.

Top Stories India
accident

કાશ્મીરના પહેલગામમાં 39 જવાનને લઈને જતી બસ નદીમાં પડી છે. એમાં 7થી વધારે જવાનોનાં મોત થયાં છે. આ દુર્ઘટના બ્રેક ફેલ થવાને કારણે ઘટી છે. જવાન ચંદનવાડીથી પહલગામ જતા હતા. આ દરેક જવાન અમરનાથ યાત્રાની ડ્યૂટીમાં તહેનાત હતા. બસમાં 37 જવાન ભારત-તિબેટ સીમા પોલીસ બળના હતા અને બાકીના 2 જમ્મુ-કાશ્મીર પોલીસના હતા. આ દુર્ઘટનામાં ઘણા જવાન ઘાયલ થયા છે. તેમને એરલિફ્ટ કરી શ્રીનગર આર્મી હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. રેસ્ક્યૂ-ઓપરેશન હજી ચાલુ છે.

ચંદનવાડી પહેલગામથી 16 કિમી દૂર છે. તાજેતરમાં જ અમરનાથ યાત્રા પૂરી થઈ છે. આ યાત્રામાં તહેનાત સેનાના જવાન તેમની ટુકડીઓમાં પરત આવતા હતા. એ સમયે જ બ્રેક ફેલ થવાને કારણે બસ ખાઈમાં પડી હતી.

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ આ દુર્ઘટના પર દુુ:ખ વ્યક્ત કર્યું હતું તેમણે કહ્યું હતું કે,પહેલગામમાં દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું કે જ્યાં અમે અમારા ITBP જવાનો અને પોલીસ કર્મચારીઓના અમૂલ્ય જીવ ગુમાવ્યા છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી દિલથી સંવેદના. અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરુ છું.

આ પણ વાંચો:ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની ભયજનક સપાટી