Not Set/ સાવચેત ! ઓનલાઈન ખરીદીમાં દર પાંચમાંથી એક વ્યક્તિને મળે છે નકલી સામાન

આજકલ ઓનલાઈન શોપિંગનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે. ઓનલાઈન શોપિંગના જેટલા ફાયદા છે તેટલા જ ગેરફાયદા પણ છુપાયેલા છે.ભારતમાં  ૫૩ હજાર લોકો પર આ મામલે સર્વે કરવામાં આવ્યો હતો. હાલમાં ઓનલાઈન શોપિંગ મામલે કરેલા એક સર્વેમાં ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. જો તમે પણ ઓનલાઇન શોપિંગ કરો છો તો હવેથી આગળ જતા ચોક્કસથી સાવધાન થઇ […]

Top Stories India Trending
860dcb6dc6d37e2eea3118f61a706ecb સાવચેત ! ઓનલાઈન ખરીદીમાં દર પાંચમાંથી એક વ્યક્તિને મળે છે નકલી સામાન

આજકલ ઓનલાઈન શોપિંગનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે. ઓનલાઈન શોપિંગના જેટલા ફાયદા છે તેટલા જ ગેરફાયદા પણ છુપાયેલા છે.ભારતમાં  ૫૩ હજાર લોકો પર આ મામલે સર્વે કરવામાં આવ્યો હતો.

હાલમાં ઓનલાઈન શોપિંગ મામલે કરેલા એક સર્વેમાં ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. જો તમે પણ ઓનલાઇન શોપિંગ કરો છો તો હવેથી આગળ જતા ચોક્કસથી સાવધાન થઇ જજો.

સર્વેના રીપોર્ટ પ્રમાણે ઓનલાઈન ખરીદી કરતા પાંચમાંથી એક વ્યક્તિને નકલી સમાન મળી રહ્યો છે.

અઠનીક એજન્સીની લોકલ સર્વિસ પ્રમાણે છેલ્લા ૬ મહિનામાં સેંકડો લોકોને ઓનલાઈન ખરીદીમાં નકલી વસ્તુ મળી હોવાની ફરિયાદ કરી છે.

ભારતીય ઔષધીના મહાનિયંત્રકે હાલમાં જ એમેઝોન અને  ફ્લીપ્કાર્તને ભેળશેળવાળા નકલી વસ્તુઓ મામલે ફરિયાદ કરી છે. આ નકલી વસ્તુઓમાં ઘણી હાનીકારક સામગ્રી પણ હતી.

તમને જણાવી દઈએ કે હજુ થોડા દિવસો પહેલા જ મહિલા ગ્રાહકે ઓનલાઈન શોપિંગની વેબસાઈટ પરથી જેબીએલના સ્પીકર મંગાવ્યા હતા.એમેઝોન પરથી આ મહિલાએ સ્પીકર મંગાવ્યા હતા. આ સ્પીકર માટે તેણે ૭૦૦૦ રૂપિયા ચૂકવ્યા હતા.

https://twitter.com/girlmeetstartup/status/1057864020047355904

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ મહિલાને સ્પીકરની બદલે સ્પીકરના બોક્સમાંથી દીવા અને લાડુ મોકલવામાં આવ્યા હતા.

૭૦૦૦ રૂપિયાની કિંમતની બદલે તેને બોક્સમાંથી ૨૦ રૂપિયાની કિંમતના લાડુ અને દીવા મળ્યા હતા.

આ મામલે તેણે પોતાના સોશ્યલ મીડિયાના એકાઉન્ટ પર પોસ્ટ પર કરી હતી અને લખ્યું હતું કે મને ખબર નથી પડતી પેલા હું લાડુ ખાવું કે દીવા પ્રગટાવું?

જો કે એમેઝોન કંપનીએ આ મામલે ગ્રાહકની માફી પણ માંગી છે અને આ મામલે તેઓ તપાસ કરશે તેમ જણાવ્યું છે.

 

.