water level/ નર્મદા ડેમની જળ સપાટી આજે 136.18 મીટરે પહોંચી,નીચાણવાળા વિસ્તારને એલર્ટ

સરદાર સરોવર બંધ પુર નિયંત્રણ કચેરીએ વધુ એક ચેતવણી જારી કરતા નર્મદા કિનારાના ગામો અને નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે

Top Stories Gujarat
4 31 નર્મદા ડેમની જળ સપાટી આજે 136.18 મીટરે પહોંચી,નીચાણવાળા વિસ્તારને એલર્ટ

રાજ્યમાં આ વખતે ચોમાસું ખુબ સારૂ રહ્યું છે, ધોધમાર વરસાદ આ સીઝનમાં પડતા નદીઓ બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે.જ્યારે     સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થયો છે. જ્યારે નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે. ઉપરવાસમાંથી પાણી છોડાતા ડેમના 23 દરવાજા ખોલીને 5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર બંધ પુર નિયંત્રણ કચેરીએ વધુ એક ચેતવણી જારી કરતા નર્મદા કિનારાના ગામો અને નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.છેલ્લા 3 કલાકમાં નર્મદાની  જળ સપાટીમાં કોઇ વધારો થયો નથી,સ્થિતિ યથાવત છે

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના SOU-એકતાનગર ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આજે 136.18 મીટરે નોંધાઈ છે. ભારે વરસાદને કારણે ઉપરવાસના જળાશયોમાં પાણીની આવક વધવાને કારણે આજે નર્મદા ડેમના 23 દરવાજાને 3.05 મીટરની ઉંચાઇ સુધીના ખોલીને નર્મદા ડેમમાંથી આજે સરેરાશ 5 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

આજે નર્મદા બંધમાં પાણીની આવક 8,06,186 ક્યુસેક છે. હાલમાં રિવેરબેડ પાવર હાઉસ મારફતે 45,000 ક્યુસેક પાણી તથા કેનાલ હેડ પાવર હાઉસ મારફતે 18,000 ક્યુસેક ડિસ્ચાર્જ કરતા કુલ જાવક 5,62,000 ક્યુસેક છે. નદીમાં મોટી માત્રામાં પાણી છોડતા ભરૂચ નર્મદા નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. જેના પગલે ભરૂચ, વડોદરા અને નર્મદાના કાંઠા વાળા વિસ્તારને સાવધાન પણ કરાયા છે.