Not Set/ એશિયાના આ દેશની રાજધાની આગામી ૧૨ વર્ષમાં ડૂબી જશે !…જાણો સત્ય હકીકત.

બેંગકોક, દુનિયાભરમાં વધી રહેલા પ્રદૂષણના કારણે ઉભા થયેલા જળવાયું પરિવર્તનથી લોકોના જીવન પાર ઘણો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. હાલમાં અનેક દેશો દ્વારા ક્લાઈમેટ ચેન્જ અંગે વિચારણાઓ કરવામાં આવી રહી છે, ત્યારે હાલમાં જ થાઇલેન્ડની રાજધાની બેંગકોક અંગે એક ભવિષ્યવાણી થઇ છે. જાણકારોનું માનવું છે કે, જે પ્રકારે સમુદ્રનું જળસ્તર વધી રહ્યું છે તે જોતા […]

World Trending
main 1200 એશિયાના આ દેશની રાજધાની આગામી ૧૨ વર્ષમાં ડૂબી જશે !...જાણો સત્ય હકીકત.

બેંગકોક,

દુનિયાભરમાં વધી રહેલા પ્રદૂષણના કારણે ઉભા થયેલા જળવાયું પરિવર્તનથી લોકોના જીવન પાર ઘણો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. હાલમાં અનેક દેશો દ્વારા ક્લાઈમેટ ચેન્જ અંગે વિચારણાઓ કરવામાં આવી રહી છે, ત્યારે હાલમાં જ થાઇલેન્ડની રાજધાની બેંગકોક અંગે એક ભવિષ્યવાણી થઇ છે.

જાણકારોનું માનવું છે કે, જે પ્રકારે સમુદ્રનું જળસ્તર વધી રહ્યું છે તે જોતા આગામી ૧૨ કે ૧૩ વર્ષમાં બેંગકોકનો ઘણો મોટો ભાગ પાણીમાં ડૂબી જશે.

bangkok copy એશિયાના આ દેશની રાજધાની આગામી ૧૨ વર્ષમાં ડૂબી જશે !...જાણો સત્ય હકીકત.
world-sea-levels-rising-thailand-bangkok–inundated-2030

હાલમાં બેંગકોકની વાત કરવામાં આવે તો, તે સંયુક્ત રાષ્ટ્રની કોન્ફરન્સની તૈયારીમાં લાગ્યું છે. આ કોન્ફરન્સ વર્ષ ૨૦૧૮ના અંતમાં યોજાવાની છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં છેલ્લા કેટલાક વર્ષોથી વાતાવરણમાં આવનારા ફેરફારોના કારણે તાપમાન વધ-ઘટ થઇ રહી છે. જેના કારણે ચક્રવાત, અતિવૃષ્ટિ, દુષ્કાળ અને પુર પહેલા કરતા ભયાનક બની ગયા છે. ત્યારે હવે થાઇલેન્ડની સાથે તમામ દેશો પર દબાણ વધી રહ્યું છે કે, ૨૦૧૫માં પેરિસમાં થયેલા કરાર મુજબ તેઓ ઝડપી નિર્ણય કરે.

1320 effects image એશિયાના આ દેશની રાજધાની આગામી ૧૨ વર્ષમાં ડૂબી જશે !...જાણો સત્ય હકીકત.
world-sea-levels-rising-thailand-bangkok–inundated-2030

શા માટે બેંગકોક છે ખતરો ?

હકીકતમાં, બેંગકોક એવી જગ્યાએ આવેલું છે જ્યાં જમીન દલદલ વાળી છે. વર્તમાન સમયમાં તે સમુદ્રતટથી માત્ર ૧.૫ મીટર ઉંચાઈ પર સ્થિત છે.

બેંગકોક દુનિયાના એ શહેરોમાં શામેલ છે જ્યાં આવનારા ભવિષ્યમાં જળવાયુ પરિવર્તનની અસર સૌથી વધુ થશે. બેંગકોકની સાથે સાથે જકાર્તા અને મનીલા પર જ આ જ પ્રકારનો ખતરો જોવા મળી રહ્યો છે.

worldbank1 એશિયાના આ દેશની રાજધાની આગામી ૧૨ વર્ષમાં ડૂબી જશે !...જાણો સત્ય હકીકત.
world-sea-levels-rising-thailand-bangkok–inundated-2030

વર્લ્ડબેન્કના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, “બેંગકોકનો લગભગ ૪૦ ટકા ભાગ ૨૦૩૦ સુધીમાં ડૂબી જશે. આ ભારે વરસાદ અને વાતાવરણમાં થયેલા ફેરફારોના કારણે થશે.