Not Set/ હનુમાન વિહારીએ પોતાની ડેબ્યુ ટેસ્ટ મેચમાં જ બનાવ્યો આ રેકોર્ડ

ઓવલ, ઓવલના ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી ભારત અને ઈંગ્લેંડ વચ્ચે પાંચમી ટેસ્ટમાં યજમાન ટીમ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. જયારે ભારતીય ટીમ ઈંગ્લેંડ દ્વારા આપવામાં આવેલા ૪૬૪ રનના વિશાળ ટાર્ગેટ સામે મેચ બચાવવા માટે ઝઝૂમી રહી છે. પરંતુ પોતાની પ્રથમ મેચ રમી રહેલા હનુમાન વિહારી માટે આ ટેસ્ટ યાદગાર બની ગઈ છે. બે બોલમાં ૨ વિકેટ ઝડપી […]

Trending Sports
1BF415F4 3706 4558 B49F 651469081B86 1 હનુમાન વિહારીએ પોતાની ડેબ્યુ ટેસ્ટ મેચમાં જ બનાવ્યો આ રેકોર્ડ

ઓવલ,

ઓવલના ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી ભારત અને ઈંગ્લેંડ વચ્ચે પાંચમી ટેસ્ટમાં યજમાન ટીમ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. જયારે ભારતીય ટીમ ઈંગ્લેંડ દ્વારા આપવામાં આવેલા ૪૬૪ રનના વિશાળ ટાર્ગેટ સામે મેચ બચાવવા માટે ઝઝૂમી રહી છે. પરંતુ પોતાની પ્રથમ મેચ રમી રહેલા હનુમાન વિહારી માટે આ ટેસ્ટ યાદગાર બની ગઈ છે.

બે બોલમાં ૨ વિકેટ ઝડપી બનાવ્યો રેકોર્ડ 

૨૪ વર્ષીય હનુમાને ઈંગ્લેંડ સામેની પ્રથમ ઇનિગ્સ માત્ર એક જ ઓવર બોલિંગ કરવા માટે મળી હતી, પરંતુ બીજી ઇનિંગ્સમાં મૌકો મળ્યો ત્યારે વિહારીએ બે બોલમાં ૨ વિકેટ લઇ પોતાનું નામે રેકોર્ડ બુકમાં લખાવ્યું છે.

બીજી ઇનિંગ્સમાં વિહારીએ ઈંગ્લેંડ ટીમના કેપ્ટન જો રુટ અને ઓપનર બેટ્સમેન એલિસ્ટર કૂકને બે બોલમાં આઉટ કર્યા હતા.

છેલ્લા ૩૫ વર્ષમાં વિહારી પ્રથમવાર બે બોલમાં ૨ વિકેટ ઝડપનારા બોલર બની ગયો છે. આ પહેલા જાન્યુઆરી, ૧૯૮૩માં બલવિન્દર સિંહ સંધુએ પાકિસ્તાન સામે પોતાની ડેબ્યુ મેચમાં બે બોલમાં ૨ વિકેટ ઝડપી હતી.

આ ઉપરાંત હનુમા વિહારીએ પોતાની પ્રથમ મેચમાં અડધી સદી (૫૬ રન) બનાવવાની સાથે બે વિકેટ હાંસલ કરનાર પણ પ્રથમ ભારતીય ક્રિકેટર બની ગયો છે.