Not Set/ #INDvWI : આજે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાશે ચોથી વન-ડે

મુંબઈ, ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી પાંચ વન-ડે મેચની શ્રેણીની ચોથી વન-ડે સોમવારે મુંબઈના બ્રેબોન સ્ટેડિયમ ખાતે રમાશે. પુણે ખાતે રમાયેલી ત્રીજી મેચમાં કેરેબિયન ટીમને મળેલી શાનદાર જીત બાદ હાલમાં પાંચ મેચની શ્રેણી ૧-૧થી સરભર થઇ ગઈ છે. આ પહેલા વિશાખાપટ્ટનમ ખાતે રમાયેલી  સિરીઝની બીજી મેચ ટાઈ રહી હતી. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ […]

Trending Sports
587526 jason holder virat kohli west indies vs india 1 1 #INDvWI : આજે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાશે ચોથી વન-ડે

મુંબઈ,

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી પાંચ વન-ડે મેચની શ્રેણીની ચોથી વન-ડે સોમવારે મુંબઈના બ્રેબોન સ્ટેડિયમ ખાતે રમાશે. પુણે ખાતે રમાયેલી ત્રીજી મેચમાં કેરેબિયન ટીમને મળેલી શાનદાર જીત બાદ હાલમાં પાંચ મેચની શ્રેણી ૧-૧થી સરભર થઇ ગઈ છે. આ પહેલા વિશાખાપટ્ટનમ ખાતે રમાયેલી  સિરીઝની બીજી મેચ ટાઈ રહી હતી.

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલી ત્રીજી વન-ડેમાં વિરાટ બ્રિગેડને ૪૩ રને હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો, ત્યારે હવે મુંબઈના બ્રેબોન સ્ટેડિયમ ખાતે રમાનારી ચોથી મેચમાં ભારતીય ટીમ આ મેચ જીતીને શ્રેણીમાં પોતાની લીડ વધારવાનો પ્રયત્ન કરશે.

બીજી બાજુ કેરેબિયન ટીમે પણ હારનો બદલો લેતા ત્રીજી વન-ડે મેચમાં ભારતીય ટીમ પર ૪૩ રને શાનદાર વિજય મેળવ્યો હતો, ત્યારે હવે વેસ્ટ ઇન્ડીઝની ટીમ પણ ચોથી વન-ડે મેચમાં પણ પોતાનો વિજયરથ ચાલુ રાખવાનો પ્રયાસ કરશે.

કેપ્ટન વિરાટ કોહલી બનાવી શકે છે આ રેકોર્ડ

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી હાલમાં પોતાના સર્વશ્રેષ્ઠ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે. અત્યારસુધીમાં રમાયેલી ત્રણ વન-ડે મેચમાં કોહલી ત્રણ સેન્ચુરી સાથે ૪૦૪ રન બનાવી ચુક્યો છે, ત્યારે હવે કોહલી ચોથી વન-ડે પણ સદી ફટકારે છે, તો ચાર મેચમાં ૪ સદી ફટકારનાર દુનિયાનો બીજો બેટ્સમેન બની શકે છે.

આ પહેલા શ્રીલંકાના પૂર્વ બેટ્સમેન કુમાર સંગાકારાએ ૨૦૧૫માં રમાયેલા વર્લ્ડકપમાં ચાર મેચમાં ૪ સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.