Not Set/ ગુજરાતની આ બેડમિન્ટન ખેલાડી તે કરી બતાવ્યુ જે પીવી સિંધુ અને સાઇના નેહવાલ પણ નથી કરી શક્યા

ગુજરાતની બેડમિન્ટન ખેલાડી તસનીમ મીરે ઈતિહાસ રચ્યો છે. 16 વર્ષની તસનીમ જુનિયર બેડમિન્ટનમાં વિશ્વની નંબર 1 ખેલાડી બની ગઈ છે. તસનીમ ગયા વર્ષે તેના શાનદાર પ્રદર્શનને કારણે જ નંબર 1 રેન્કિંગ પર પહોંચી હતી.

Top Stories Sports
તસનીમ મીર

ગુજરાતની બેડમિન્ટન ખેલાડી તસનીમ મીરે ઈતિહાસ રચ્યો છે. 16 વર્ષની તસનીમ જુનિયર બેડમિન્ટનમાં વિશ્વની નંબર 1 ખેલાડી બની ગઈ છે. તસનીમ ગયા વર્ષે તેના શાનદાર પ્રદર્શનને કારણે જ નંબર 1 રેન્કિંગ પર પહોંચી હતી. આવો કારનામો કરનાર તે દેશની પ્રથમ ખેલાડી બની ગઇ છે. પીવી સિંધુ, સાઇના નેહવાલ જેવા અનુભવી ખેલાડીઓ પણ જુનિયર સ્તરે ક્યારેય નંબર 1 બની શક્યા નથી.

આ પણ વાંચો – IND vs SA / થર્ડ એમ્પાયરનાં વિવાદિત નિર્ણય પર ભડક્યા કોહલી-રાહુલ, કહ્યુ- સમગ્ર દેશ અમારા 11 સામે રમી રહ્યો છે

બેડમિન્ટન રમતમાં ભારતે એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાતની બેડમિન્ટન ખેલાડી તસનીમ મીરે ભારતમાં બેડમિન્ટન રમતને એક નવી ઊંચાઈ આપી છે. 16 વર્ષની તસનીમે ઈતિહાસ રચી જુનિયર બેડમિન્ટનમાં દુનિયાની નંબર 1 ખેલાડી હોવાનો ગૌરવ મેળવ્યો છે. સૌથી મોટી વાત એ છે કે આ અદ્ભુત સિદ્ધિ મેળવનાર તસનીમ ભારતની એકમાત્ર ખેલાડી છે. ભારતની દિગ્ગજ ખેલાડી પીવી સિંધુ અને સાઇના નેહવાલ પણ ક્યારે જુનિયર સ્તર પર નંબર 1 ની પોઝિશન પર પહોંચી શકી નહોતી. જણાવી દઇએ કે, સિંધુ અંડર 19 નાં દિવસમાં દુનિયાની બીજા નંબરની ખેલાડી હતી. તેલંગાણાની સામિયા ઇમાદ ફારૂકી તેની નજીક આવી હતી, પરંતુ તે માત્ર બીજા સ્થાને પહોંચી શકી હતી. તસનીમ BWF અંડર-19 મહિલા સિંગલ્સમાં વિશ્વની નંબર 1 ખેલાડી બનનાર પ્રથમ ભારતીય બની ગઈ છે. તેણે ભૂતકાળમાં શાનદાર પ્રદર્શન કરીને આ રેન્ક હાંસલ કર્યો હતો. ગુજરાતનાં DGPએ ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા હતા. આપને જણાવી દઈએ કે, BWF જુનિયર રેન્કિંગની શરૂઆત 2011 માં થઈ હતી. જો કે, તે પછી સાયના નેહવાલ જુનિયર રેન્કિંગનાં માપદંડોને પૂર્ણ કરી શકી ન હોતી. તસનીમનાં પિતા ઈરફાન મીર ગુજરાત પોલીસમાં મહેસાણામાં ASI છે. તસનીમનાં આ પ્રદર્શનથી ભારતીય બેડમિન્ટનમાં નવી આશાનો સંચાર થયો છે.

આ પણ વાંચો – Cricket / આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જોડાશે નવો અધ્યાય, એક જ સીરીઝમાં રમાશે બે પિંક બોલ ટેસ્ટ

તસનીમે જુનિયર ઈન્ટરનેશનલ લેવલ પર ચાર ટાઈટલ જીત્યા છે – બુલ્ગેરિયન જુનિયર ચેમ્પિયનશિપ, આલ્પ્સ ઈન્ટરનેશનલ અને બેલ્જિયમ જુનિયર. તસનીમે ન્યૂઝ એજન્સી PTI ને જણાવ્યું કે તેણી એવો દાવો કરતી નથી કે તેણીએ આવું કરવાની અપેક્ષા રાખી હતી. તસનીમ કહે છે કે આનું કારણ ટૂર્નામેન્ટ COVID-19 થી પ્રભાવિત થઈ રહ્યો હતો. જો કે, જ્યારે તેણીએ બુલ્ગેરિયા, ફ્રાન્સ અને બેલ્જિયમમાં ત્રણ ઈવેન્ટ્સ જીતી, ત્યારે આશા જાગી. પોતાની વધુ યોજનાઓ જણાવતાં તસનીમે કહ્યું કે, હવે તેનું સંપૂર્ણ ધ્યાન સિનિયર સર્કિટ પર કેન્દ્રિત છે. તસનીમ આવતા મહિને ઈરાન અને યુગાન્ડામાં યોજાનારી ટૂર્નામેન્ટની તૈયારી કરી રહી છે. તસનીમ કહે છે કે તેનું લક્ષ્ય તેનું સિનિયર રેન્કિંગ જાળવી રાખવાનું છે. કહે છે કે જો તે સારૂ પ્રદર્શન કરે છે અને વર્ષનાં અંત સુધીમાં ટોપ 200માં પહોંચી જાય છે, તો તે શાનદાર રહેશે.