વિધાનસભા ચૂંટણી 2022/ ઉત્તરપ્રદેશમાં પ્રથમ તબક્કા માટે નામાંકનની પ્રક્રીયા શરૂ,58 બેઠકો પર થશે મતદાન

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે અને નામાંકન ભરવાની પ્રક્રિયા પણ શરૂ થશે

Top Stories India
4 8 ઉત્તરપ્રદેશમાં પ્રથમ તબક્કા માટે નામાંકનની પ્રક્રીયા શરૂ,58 બેઠકો પર થશે મતદાન

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે અને નામાંકન ભરવાની પ્રક્રિયા પણ શરૂ થશે. આ તબક્કામાં રાજ્યના શામલી, મેરઠ, મુઝફ્ફરનગર, બાગપત, હાપુડ, ગૌતમ બુદ્ધ નગર, ગાઝિયાબાદ, બુલંદશહર, મથુરા, આગ્રા અને અલીગઢ એમ 11 જિલ્લાઓમાં કુલ 58 બેઠકો માટે મતદાન થશે. નામાંકન ભરવાની છેલ્લી તારીખ 21 જાન્યુઆરી છે.

ઉમેદવારી પત્રોની ચકાસણી 24 જાન્યુઆરીએ થશે જ્યારે 27 જાન્યુઆરી સુધી નામો પરત ખેંચી શકાશે. 10 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 10 માર્ચે મતગણતરી થશે. પ્રથમ તબક્કામાં પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વિવિધ પક્ષોના ઉમેદવારો વચ્ચે જોરદાર જંગ ખેલાશે. આમાં કૈરાના, મુઝફ્ફરનગર, સરધના, મેરઠ અને નોઈડાની સીટો પર ખાસ નજર રહેશે.

2017ની વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં સમાવિષ્ટ મોટાભાગની બેઠકો ભાજપના હિસ્સામાં આવી હતી. 2017ની ચૂંટણીમાં ભાજપે આમાંથી 53 બેઠકો જીતી હતી. આ 58 બેઠકો પર, ગત વખતે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ બે-બે બેઠકો જીતી હતી, રાષ્ટ્રીય લોકદળ એક બેઠક જીતી હતી. ઉત્તર પ્રદેશ વિધાનસભાની 403 બેઠકો માટે સાત તબક્કામાં 10, 14, 20, 23, 27 ફેબ્રુઆરી અને 3 અને 7 માર્ચે મતદાન થશે.

યુપીમાં ત્રણ દિવસમાં 3 મંત્રીઓ અને 6 ભાજપના ધારાસભ્યોના રાજીનામા બાદ આ તમામ 9 લોકો આજે સપામાં જોડાય તેવી શક્યતા છે. અખિલેશ યાદવની હાજરીમાં અને સ્વામી પ્રસાદ મૌર્યના નેતૃત્વમાં આ તમામ નેતાઓ સપામાં જોડાશે. મૌર્યના જણાવ્યા અનુસાર, સવારે 11 વાગ્યે તેઓ જાહેરાત કરશે કે તેઓ અને તેમના સમર્થકો સપાનું સભ્યપદ લઈ રહ્યા છે. બપોરે 12.30 વાગ્યે એસપી ઓફિસમાં જોડાશે. સપાનો દાવો છે કે રાજીનામાની પ્રક્રિયા ચાલુ રહેશે.