IND vs SA / થર્ડ એમ્પાયરનાં વિવાદિત નિર્ણય પર ભડક્યા કોહલી-રાહુલ, કહ્યુ- સમગ્ર દેશ અમારા 11 સામે રમી રહ્યો છે

IND vs SA ટેસ્ટનાં ત્રીજા દિવસે ડીન એલ્ગરની LBW અપીલ સફળ થયા બાદ ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ-કેપ્ટન કે.એલ. રાહુલ ગુસ્સે થઈ ગયા. પ્રોટીઝ કેપ્ટન ડીન એલ્ગરને રવિચંદ્રન અશ્વિનની બોલ પર એમ્પાયર મારાઈસ ઈરાસ્મસ દ્વારા આઉટ જાહેર કરવામાં આવ્યો હતો.


ભારત-દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે રમાઈ રહેલી છેલ્લી ટેસ્ટ મેચનાં ત્રીજા દિવસે ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી DRS નાં નિર્ણયથી ઘણો નારાજ દેખાયો હતો. આ નજારો કેમેરામાં ત્યારે કેપ્ચર થયો જ્યારે તેણે સ્ટમ્પની નજીક જઈને પોતાની નારાજગી વ્યક્ત કરી. તેને લગતો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. શું છે આ ઘટના સાથે જોડાયેલ સમગ્ર મામલો, અમે તમને આ રિપોર્ટ દ્વારા જણાવવા જઈ રહ્યા છીએ.

આ પણ વાંચો – Cricket / આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જોડાશે નવો અધ્યાય, એક જ સીરીઝમાં રમાશે બે પિંક બોલ ટેસ્ટ

IND vs SA ટેસ્ટનાં ત્રીજા દિવસે ડીન એલ્ગરની LBW અપીલ સફળ થયા બાદ ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ-કેપ્ટન કે.એલ. રાહુલ ગુસ્સે થઈ ગયા. પ્રોટીઝ કેપ્ટન ડીન એલ્ગરને રવિચંદ્રન અશ્વિનની બોલ પર એમ્પાયર મારાઈસ ઈરાસ્મસ દ્વારા આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ એલ્ગરે DRS માટે અપીલ કરી અને બોલ ટ્રેકિંગ બતાવે છે કે બોલ સ્ટમ્પને નથી અડી રહ્યો. જેના કારણે કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન કેએલ રાહુલ બન્ને ગુસ્સામાં આવી ગયા હતા. વળી, ત્રીજા એમ્પાયરે મેદાન પરનાં એમ્પાયરનો નિર્ણય બદલી નાખ્યો અને એલ્ગરને નોટઆઉટ આપ્યો. આ નિર્ણય જોઈને એમ્પાયર ઈરાસ્મસ પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને “તે અસંભવ છે” કહીને માથું હલાવ્યું. દરમિયાન, અશ્વિન સ્ટમ્પ માઈકની નજીક આવે છે અને યજમાન બ્રોડકાસ્ટરની બોલ-ટ્રેકિંગ ટેકનિક પર કટાક્ષ કરે છે અને કહે છે કે તમારે સુપરસ્પોર્ટ જીતવા માટે વધુ સારી રીતો શોધવી જોઈએ. વળી, અશ્વિનની ઓવર પછી, વિરાટ કોહલી સ્ટમ્પ માઈક પર ગયો અને કહ્યું, “તમારી ટીમ પર પણ ધ્યાન આપો. માત્ર વિરોધી ટીમ પર ધ્યાન કેન્દ્રિત ન કરો. દરેક સમયે લોકોને પકડવાનો પ્રયાસ કરો છો. આ પછી કેએલ રાહુલે કહ્યું, “સમગ્ર દેશ 11 લોકો સામે રમી રહ્યો છે.” આ સમગ્ર મામલાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

https://twitter.com/kollyscharm/status/1481651176252657668?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1481651176252657668%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.livehindustan.com%2Fcricket%2Fstory-india-vs-south-africa-3rd-test-virat-kohli-reacts-after-drs-angry-stump-mic-lbw-decision-against-dean-elgar-kl-rahul-5567743.html

આ પણ વાંચો – IND vs SA / 4 વર્ષ પછી જસપ્રીત બુમરાહની કેપટાઉનમાં ધમાકેદાર વાપસી, 5 વિકેટ લઈને આ રેકોર્ડ કર્યો પોતાના નામે

મેચની વાત કરીએ તો ભારતે દક્ષિણ આફ્રિકા સામે 212 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. ભારત તરફથી રિષભ પંત 100 રન બનાવીને અણનમ રહ્યો હતો. બીજી તરફ ભારત પાસે 212 રનની લીડ હતી. 212 રનનાં લક્ષ્યાંકનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાએ ત્રીજા દિવસે 2 વિકેટે 101 રન બનાવી લીધા છે. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે હજુ 111 રનની જરૂર છે. આપને જણાવી દઈએ કે, દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ઇનિંગમાં 210 રન બનાવ્યા હતા જ્યારે ટીમ ઈન્ડિયાએ તેની પ્રથમ ઈનિંગમાં 223 રન બનાવ્યા હતા.


More Stories


Top Stories

Photo Gallery

Entertainment