Modi Cabinet Decision/ મોદી કેબિનેટે પીએમ-પ્રણામ યોજના અને નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનને મંજૂરી આપી,ખેડૂતો માટે પણ લીધા નિર્ણય

આ બેઠકમાં મોદી કેબિનેટે ખેડૂતોને લગતી પીએમ પ્રણામ યોજના, શેરડીના ભાવ અને નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના સાથે સંબંધિત નિર્ણયો લીધા હતા

Top Stories India
9 3 1 મોદી કેબિનેટે પીએમ-પ્રણામ યોજના અને નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનને મંજૂરી આપી,ખેડૂતો માટે પણ લીધા નિર્ણય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મોદી કેબિનેટે ખેડૂતોને લગતી પીએમ પ્રણામ યોજના, શેરડીના ભાવ અને નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના સાથે સંબંધિત નિર્ણયો લીધા હતા.કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન (NRF)ની સ્થાપના માટે સંસદમાં નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન બિલ 2023 લાવવામાં આવશે. સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડ એક્ટ 2008 રદ કરવામાં આવશે.

PM પ્રણામ યોજનામાં શું થશે?
કેન્દ્રએ બુધવારે રાજ્યોને વૈકલ્પિક ખાતરોને પ્રોત્સાહન આપવા અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડવા પ્રોત્સાહિત કરવા નવી યોજના PM-PRANAM ને મંજૂરી આપી છે. 3.68 લાખ કરોડના ખર્ચ સાથે માર્ચ 2025 સુધી હાલની યુરિયા સબસિડી યોજના ચાલુ રાખવાનો પણ નિર્ણય કર્યો.આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA) એ સેન્દ્રિય ખાતરના પ્રચાર માટે રૂ. 1,451 કરોડની સબસિડીના ખર્ચને મંજૂરી આપી હતી. આનાથી કુલ પેકેજ રૂ. 3.70 લાખ કરોડથી વધુ થઈ ગયું. CCEA એ જમીનમાં સલ્ફરની ઉણપને પહોંચી વળવા માટે દેશમાં સૌપ્રથમવાર સલ્ફર-કોટેડ યુરિયા (યુરિયા ગોલ્ડ) દાખલ કરવાનું પણ નક્કી કર્યું.

કેબિનેટની બેઠક પછી, ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે CCEA એ PM-PRANAM (PM’s Program for the Restoration, Awareness, Creation, Nurture and Improvement of Earth) યોજનાને મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે પીએમ-પ્રણામનો ઉદ્દેશ જમીન બચાવવા અને ખાતરોના ટકાઉ સંતુલિત ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજનામાં રાજ્ય સરકારોની ભાગીદારી સામેલ છે.માંડવિયાએ જણાવ્યું હતું કે આ યોજના હેઠળ જે રાજ્યો વૈકલ્પિક ખાતરો અપનાવે છે તેમને સબસિડી સાથે પ્રોત્સાહિત કરવામાં આવશે જેથી રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડીને બચત કરી શકાય.

અગાઉ શેરડીના ભાવ શું હતા?
સરકારે બુધવારે 2023-24 સીઝન માટે શેરડીના વાજબી અને વળતરની કિંમત (FRP) વધારીને 315 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરી દીધી છે. FRP એ લઘુત્તમ કિંમત છે જે ખાંડ મિલોએ શેરડીના ખેડૂતોને ચૂકવવી પડે છે.માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ શેરડીના લઘુત્તમ ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. સત્ર 2023-24 માટે શેરડીની એફઆરપી 315 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે. ગત સિઝનમાં શેરડીનો લઘુત્તમ ભાવ 305 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો. ઠાકુરે કહ્યું કે વડાપ્રધાન હંમેશા ‘અન્નદાતા’ની સાથે હોય છે. સરકાર હંમેશા ખેતી અને ખેડૂતોને પ્રાથમિકતા આપી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે 2014-15માં શેરડીની લઘુત્તમ કિંમત 210 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી. હવે તે 2023-24માં વધીને 315 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયો છે. તેમણે પીએમ મોદીની અમેરિકા અને ઈજિપ્તની મુલાકાતને ઐતિહાસિક ગણાવી હતી.

એનઆરએફની સ્થાપના શા માટે કરવામાં આવી રહી છે?
કેન્દ્રીય કેબિનેટે બુધવારે (28 જૂન) દેશમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન (NRF) ની સ્થાપના કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. બેઠક બાદ માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે પ્રસ્તાવિત ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓને ઉચ્ચ સ્તરીય વ્યૂહાત્મક પ્રોત્સાહન આપવા માટે એક સ્ટીયરિંગ કમિટીની રચના કરવામાં આવશે.ઠાકુરે કહ્યું કે તેના સભ્યો તરીકે 15 થી 25 પ્રતિષ્ઠિત સંશોધકો અને વ્યાવસાયિકો હશે. પીએમ મોદી સ્ટીયરિંગ કમિટીના નેતૃત્વ કરશે. તેમણે માહિતી આપી હતી કે મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારની અધ્યક્ષતામાં એક એક્ઝિક્યુટિવ કાઉન્સિલની પણ રચના કરવામાં આવશે.