Not Set/ પૂર્વ વેસ્ટર્ન આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ પ્રેમનાથ હૂણનું 90 વર્ષની વયે નિધન

પૂર્વ વેસ્ટર્ન આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ પ્રેમનાથ હૂણનું નિધન થઇ ગયુ છે. જનરલ પ્રેમનાથ હૂણે 1984 માં પાકિસ્તાન સામે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. લેફ્ટનન્ટ જનરલ પ્રેમનાથ હૂણનું 90 વર્ષની વયે અવસાન થયુ છે. લેફ્ટનન્ટ જનરલ હૂણને પંચકુલાનાં ચંડીમંદિર સ્થિત કમાન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે લાંબા સમયથી બીમાર હતા. સોમવારે સાંજે, ડોકટરોએ […]

Top Stories India
ac47f734 30b9 11ea aefd 7ef998f55354 પૂર્વ વેસ્ટર્ન આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ પ્રેમનાથ હૂણનું 90 વર્ષની વયે નિધન

પૂર્વ વેસ્ટર્ન આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ પ્રેમનાથ હૂણનું નિધન થઇ ગયુ છે. જનરલ પ્રેમનાથ હૂણે 1984 માં પાકિસ્તાન સામે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. લેફ્ટનન્ટ જનરલ પ્રેમનાથ હૂણનું 90 વર્ષની વયે અવસાન થયુ છે. લેફ્ટનન્ટ જનરલ હૂણને પંચકુલાનાં ચંડીમંદિર સ્થિત કમાન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે લાંબા સમયથી બીમાર હતા. સોમવારે સાંજે, ડોકટરોએ તેમને સાંજે 5.30 વાગ્યે મૃત જાહેર કર્યા હતા. લેફ્ટનન્ટ જનરલ હૂણનો જન્મ 4 ઓક્ટોબર 1929 માં થયો હતો. જણાવી દઇએ કે, ભારતીય સૈન્યમાં સામેલ થયા પછી, ઓપરેશન મેઘદૂતનું નેતૃત્વ લેફ્ટનન્ટ જનરલ હૂંણે કર્યું હતું. કાશ્મીર ક્ષેત્રમાં સિયાચીન ગ્લેશિયરને કબજે કરવા માટે ઓપરેશન મેઘદૂત કોડ નામ હતું.

આપને જણાવી દઇએ કે, વર્ષ 2013 માં તેઓ ભાજપમાં જોડાયા હતા. તે સમયે ચર્ચા હતી કે તેઓ લોકસભાની ચૂંટણી લડશે. પાકિસ્તાનનાં એબટાબાદમાં જન્મેલા હુણની ઓળખ એક કડક કમાન્ડર તરીકે હતી. ભારતીય સૈન્ય દ્વારા સિયાચીન ગ્લેશિયરને કબ્જે કરવા માટે શરૂ કરાયેલા ‘ઓપરેશન મેઘદૂત’ નું નેતૃત્વ જનરલ હૂણ દ્વારા કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.