Not Set/ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા શું કરશો આપ, જાણો

દુનિયાભરમાં કચરો ધીરે ધીરે વધી રહ્યો છે. ત્યારે કચરાને કોઇ કામમાં લેવાની એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની જવાબદારી દરેકની બને છે. ઘણીવાર બને કે મન પસંદ વસ્તુ જૂની થઇ જાય છે, ત્યારે તે આપણા માટે નકામી થઇ જાય છે. બાદમાં તે ઘરમાં બિનજરૂરી જગ્યા રોકતી હોવા છતાં પણ આપણે તેનો નિકાલ કરવામાં ખચકાટ અનુભવીએ છીએ. […]

Top Stories India
garbage can વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા શું કરશો આપ, જાણો

દુનિયાભરમાં કચરો ધીરે ધીરે વધી રહ્યો છે. ત્યારે કચરાને કોઇ કામમાં લેવાની એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની જવાબદારી દરેકની બને છે. ઘણીવાર બને કે મન પસંદ વસ્તુ જૂની થઇ જાય છે, ત્યારે તે આપણા માટે નકામી થઇ જાય છે. બાદમાં તે ઘરમાં બિનજરૂરી જગ્યા રોકતી હોવા છતાં પણ આપણે તેનો નિકાલ કરવામાં ખચકાટ અનુભવીએ છીએ. ત્યારે એ વસ્તુને ફેંકી દેવાનો જીવ પણ ચાલતો નથી કે ના એ વસ્તુ ઘરમાં રાખી શકાય છે. પરંતુ જો એ જૂની વસ્તુઓમાંથી કંઇક નવું બનાવીએ તો? પણ શું કરવું કે શું બનાવવું? તે ઘણું વિચારવા છતાં પણ કંઇ ઉપાય સુઝતો નથી. ખરું ને?

garden dustbins વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા શું કરશો આપ, જાણો

કેવી રીતે બનાવશો વેસ્ટમાંથી બેસ્ટ જાણો અહી

બાળકો કે પતિનાં જીન્સ ટૂંકા પડતા હોય તો તેને કાપીને શોટ્‌ર્સ બનાવી શકાય.

કાનનાં લટકણિયાં કે બુટ્ટીની જોડીમાંથી એક ખોવાઇ ગયું હોય તો બચેલા એકમાંથી તમે શો-પીસ બનાવી શકો છો. પ્લાયવુડ પર એક સાદા કપડાંનું કવર કરીને તેમાં તમારી જ્વેલરી લગાવી દો. આકર્ષક શો-પીસ તૈયાર થઇ જશે.

ઘરની બાલ્કની કે વરંડામાં મૂકેલાં કૂંડા જો જૂના લાગતા હોય તો તેને રંગી ઉપર ચૂનાની પટ્ટી કરી દો. એકદમ નવા જેવુ લાગશે.

ઘરમાં ઊનનાં દડા કે સૂતળી નકામાં પડ્યા હોય તો તેમાંથી આકર્ષક વોલહેંગિગ બનાવી શકાય. આ બંનેની ચોટલી ગૂંથી લો. પછી તેને ગોળ, ચોરસ કે ત્રિકોણ આકારમાં વાળીને ટાંકા લઇ લો. આકર્ષક વોલપીસ તૈયાર.

કાચની ડીશ જૂની થઇ ગઇ હોય તો તેને ફેંકી દેવાને બદલે તેમાં પેઇન્ટિંગ કરીને કંઇક વસ્તુ કે ફળ મૂકી શકાય.

નાનાં બાળકોનાં જૂના કપડાં વેચી નાખવા કે ફાંડી નાખવાને બદલે અનાથાશ્રમનાં બાળકો કે ગરીબોને આપી દો. બાળકો ખુશ થઇ જશે અને તમને પણ મનોમન શાંતિ મળશે.

જરીવાળી સાડી કે દુપટ્ટામાંથી પડદા સીવી શકાય અથવા દીકરીનાં માપનું સુંદર ફ્રોક સિવડાવી શકાય.
ઘણીવાર એવું બને છે કે આપણાં ડ્રેસ જૂના થઇ જાય છે પરંતુ દુપટ્ટા નવા જેવા જ રહે છે. આવા દુપટ્ટામાંથી જીન્સ પર પહેરવાનું ટોપ, કુર્તી સિવડાવી શકાય. જો બીજા કોઇ ઉપયોગમાં આવે એવું ન હોય તો એમાંથી કૂશન કવર બનાવી શકાય.

ઘરમાં ભરતકામ માટે આંટી, કાપડનાં ટુકડા અને પ્લાયવુડનો પીસ પડ્યા હોય તો મેગેઝિનમાંથી સુંદર ચિત્ર કાપી તેના પર ફ્રેમ કરી દો.

રસોડામાં બે કૂકર હોય અને એમાંથી એક કૂકર ખરાબ થઇ જવાથી કે અન્ય કારણોસર ઉપયોગમાં ન લેવાતું હોય તો તેને વેચી નાખીને બીજુ કોઇ વાસણ લઇ શકો છો.

ઘરમાં જૂનું કે તિરાડવાળું માટલું પડ્યું હોય તો તેને જુદા જુદા રંગથી રંગીને તેના પર રંગબેરંગી ફૂલો ચોંટાડી ડ્રોઇંગ રુમમાં સોફા પાસે ગોઠવી શકાય.

ખાલી પાવડરનાં ડબ્બા પર વેલ્વેટ પેપર લગાવી દો. પછી તેના પર જોકર જેવી ટોપી હાર્ડ પેપરમાંથી બનાવીને મૂકી દો. આ ડબ્બા તમે બાળકોનાં રૂમમાં મૂકી શકો. તેમાં પેન્સિલ, પેન, ફુટપટ્ટી વગેરે મૂકી શકાય.

બેડશીટમાં સુંદર કાર્ટુનનું ચિત્ર હોય અને તે ફાંટી ગઇ હોય તો તેમાંથી કાર્ટુનને કાપી લઇ ફ્રેમ કરાવી બાળકોનાં રૂમમાં લગાવી શકાય.