છેલ્લા કેટલાક સમયથી સલમાનનાં ફેન તેની અપકમિંગ ફિલ્મ ‘ભારત’ની રાહ જોઇ રહ્યા છે. જે આવતી 5 જૂનનાં રોજ ઈદ પર રિલીઝ થવા જઇ રહી છે. સલમાન વિશે કહેવાય છે કે તે પોતાની મોટાભાગની ફિલ્મ ઈદનાં ખાસ દિવસે જ રિલીઝ કરે અથવા કરાવે છે. તાજેતરમાં ફિલ્મનું પ્રમોશન ચાલી રહ્યુ છે. મેકર્સ ફિલ્મને બોલિવૂડની અત્યાર સુધીની સૌથી મોટી રિલીઝ થનારી ફિલ્મ બનાવવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી. ત્યારે, જર્મનીમાં આ વખતે સૌથી વધુ સ્ક્રીન પર ફિલ્મ ‘ભારત’ રિલીઝ થવા જઇ રહી છે. જ્યા શાહરૂખ ખાનની ફિલ્મો સૌથી વધુ પસંદ કરવામાં આવે છે.
ફિલ્મ મેકર્સ ફિલ્મને લઇને ઘણા આશાવાદી દેખાઇ રહ્યા છે. આ ફિલ્મ ફ્રાન્સનાં થિયેટરોમાં રિલીઝ થશે જ્યા સલમાનની આ પહેલી ફિલ્મ રહેશે જેને લોકો મોટા પડદા પર નિહાળી શકશે. તેટલુ જ નહી ‘ભારત’ ફિલ્મ જર્મનીમાં સૌથી વધુ સ્ક્રીન પર રિલીઝ થતી ફિલ્મ બનશે. ફિલ્મને લઇને પ્રમોશન થોડો હટકે કરવામાં આવી રહ્યો છે. આપને જણાવી દઇએ કે, ‘ભારત’ ફિલ્મને પહેલી વાર IPL મેચની ફાઇનલ દરમિયાન પ્રમોટ કરવામા આવી હતી. વળી આ ફિલ્મને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવવામાં આવી હતી જ્યા ડિસ્ટ્રીબ્યુશન માટેનાં સેલ્સ બૂથ હતા.
ભારતની બહાર ‘ભારત’ ફિલ્મ રિલીઝ થવા જઇ રહી છે. ત્યારે મેકર્સ વધુને વધુ દેશમાં ફિલ્મ રિલીઝ કરવા પૂરો પ્રયત્ન કરવામાં લાગી ગયા છે. તેમને ચીન તરફથી પણ ઓફર મળી હોવાનું સામે આવ્યુ છે. મેકર્સે ફિલ્મનાં ઇન્ટરનેશનલ રાઇટ્સ ‘સિનેસ્તાન AA ડિસ્ટ્રીબ્યુટર્સ’ અને ‘C ઇન્ટરનેશનલ’ કંપનીને આપ્યા છે. સલમાન ખાન પોતાની ફિલ્મને લઇને ઘણ એક્સાઇટેડ જોવા મળી રહ્યા છે. સલમાનની ફિલ્મ આ ઈદ માં 5 જૂનનાં રોજ રિલીઝ થશે. ફિલ્મ જૂના રેકોર્ડ તોડી શકે છે અને કમાણીમાં પણ આગળ રહે તેવી પૂૂરી સંભાવનાઓ સેવાઇ રહી છે.