Not Set/ રાહુલ ગાંધીની ગેરહાજરીમાં કોણ ચલાવી રહ્યું છે કોંગ્રેસ ?

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ, કૈલાશ માનસરોવરની તીર્થયાત્રા પર નીકળ્યા છે. રાહુલના કાર્યક્રમની જાણકારી રાખનારા એમના નજીકના સૂત્રોનું ક્હેવાનું છે કે તેઓ 12 સપ્ટેમ્બરે દિલ્હી પાછા ફરશે. આ દરમિયાન મહત્વનો સવાલ એ છે કે રાહુલની ગેરહાજરીમાં પાર્ટીના મહત્વના નિર્ણયો કોણ લેશે. 2011માં લગભગ એક મહિના માટે સોનિયા ગાંધી અમેરિકા ગયા હતા, ત્યારે એમણે પાર્ટી ચલાવવા […]

Top Stories India
RahulKailash રાહુલ ગાંધીની ગેરહાજરીમાં કોણ ચલાવી રહ્યું છે કોંગ્રેસ ?

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ, કૈલાશ માનસરોવરની તીર્થયાત્રા પર નીકળ્યા છે. રાહુલના કાર્યક્રમની જાણકારી રાખનારા એમના નજીકના સૂત્રોનું ક્હેવાનું છે કે તેઓ 12 સપ્ટેમ્બરે દિલ્હી પાછા ફરશે. આ દરમિયાન મહત્વનો સવાલ એ છે કે રાહુલની ગેરહાજરીમાં પાર્ટીના મહત્વના નિર્ણયો કોણ લેશે. 2011માં લગભગ એક મહિના માટે સોનિયા ગાંધી અમેરિકા ગયા હતા, ત્યારે એમણે પાર્ટી ચલાવવા માટે 4 સભ્યોની એક કમિટી બનાવી હતી. જેને, એમણે પાર્ટીના મામલાઓ પર ફેંસલો લેવા માટે અધિકૃત કર્યા હતા.

rahul4 e1535961810756 રાહુલ ગાંધીની ગેરહાજરીમાં કોણ ચલાવી રહ્યું છે કોંગ્રેસ ?

જોકે, રાહુલ ગાંધીએ આવી કોઈ વ્યવસ્થા કરી નથી. જો કોઈ મોટા મામલા પર ફેંસલો લેવાની જરૂર પડે છે, તો કોંગ્રેસના મહાસચીવો આપસમાં સમજૂતી કરીને નિર્ણય લેશે. આ ઉપરાંત સિનિયર સભ્યો જેવા કે ખજાનચી અહેમદ પટેલ, સંગઠન મહાસચિવ અશોક ગેહલોત અને એકે એન્ટની જેવા લોકોની મદદ લેવામાં આવી શકે છે.

patel gandhi 1502332488 618x347 e1535961877994 રાહુલ ગાંધીની ગેરહાજરીમાં કોણ ચલાવી રહ્યું છે કોંગ્રેસ ?

તીર્થયાત્રા પર નીકળતા પહેલા રાહુલ ગાંધીએ ચૂંટણી સંબંધિત પેનલની 30 ઓગસ્ટે અધ્યક્ષતા કરી હતી. આ ઉપરાંત એમણે મેનીફેસ્ટો અને પબ્લિસિટી કમિટી પણ બનાવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ એમની મિટિંગ ક્રમશ: સોમવાર અને ગુરુવારે થશે. એક સિનિયર લીડર જણાવ્યું કે રાહુલજી પાછા ફરે ત્યાં સુધી કામ જોવા માટે કોઈ ઔપચારિક વ્યવસ્થાની જરૂર નથી. કોંગ્રસના મહાસચિવ મહત્વના ફેંસલાઓ પર કો-ઓર્ડીનેટ કરીને ફેંસલો લઇ શકે છે. ઉપરાંત સિનિયર લીડર  પણ સલાહ લેવામાં આવી શકે છે.

666741 rahul gehlot dna e1535961979150 રાહુલ ગાંધીની ગેરહાજરીમાં કોણ ચલાવી રહ્યું છે કોંગ્રેસ ?

એમણે આગળ જણાવ્યું કે ટેક્નોલોજીના સહારે નેતાઓ કોઈ પણ સમયે રાહુલજી સાથે વાત કરી શકે છે. જો કોઈ મહત્વપૂર્ણ ફેંસલો લેવાનો હોય, તો પાર્ટી લીડર ફોન અને ઈમેલ દ્વારા રાહુલ ગાંધી સાથે તીર્થયાત્રા દરમિયાન પણ વાત કરી શકે છે. આ ઉપરાંત કોંગ્રેસ સંસદીય દળના નેતા સોનિયા ગાંધી પણ કોઈ ફેંસલા માટે દિલ્હીમાં હાજર છે.