Not Set/ હાર્દિકના ઉપવાસનો 10મો દિવસ, સત્યાગ્રહમાં જોડાનારા લોકોને અંગ્રેજો પણ રોકતા ન્હોતા: શક્તિસિંહ ગોહિલ

અમદાવાદ, હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને આજે દસમો દિવસ છે. સતત દસ દિવસના ઉપવાસને કારણે હાર્દિક પટેલની તબિયત લથડી રહી છે. ત્યારે હાર્દિક પટેલને ઉપવાસને કારણે હાર્દિકને ચક્કર અને ઉલટીની ફરિયાદ મળી રહી છે. તો બીજી બીજુ હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સારુ એવું રાજકીય સમર્થન મળી રહ્યુ છે. ત્યારે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ પણ હાર્દિક પટેલની […]

Top Stories Ahmedabad
09 9 હાર્દિકના ઉપવાસનો 10મો દિવસ, સત્યાગ્રહમાં જોડાનારા લોકોને અંગ્રેજો પણ રોકતા ન્હોતા: શક્તિસિંહ ગોહિલ

અમદાવાદ,

હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને આજે દસમો દિવસ છે. સતત દસ દિવસના ઉપવાસને કારણે હાર્દિક પટેલની તબિયત લથડી રહી છે. ત્યારે હાર્દિક પટેલને ઉપવાસને કારણે હાર્દિકને ચક્કર અને ઉલટીની ફરિયાદ મળી રહી છે. તો બીજી બીજુ હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સારુ એવું રાજકીય સમર્થન મળી રહ્યુ છે.

ત્યારે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ પણ હાર્દિક પટેલની મુલાકાત લીધી. હાર્દિકના ઉપવાસ આંદોલનને કોંગ્રેસે ટેકો જાહેર કર્યા બાદ ઉપવાસી છાવણી પર કોંગ્રેસી નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે.

કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે મીડિયા સાથે વતા કરતા જણાવ્યું હતું કે, “મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ ગુજરાતાં ગાંધીજીએ જ બતાવેલું શસ્ત્ર બતાવ્યું છે. અન્યાય સામે લડવા માટે ઉપવાસ ઉપર બેશીને સત્યાગ્રહ કરવો.

આઝાદીની સમયે સત્યાગ્રહની લડત ચાલી ત્યારે અંગ્રેજો હતો પરંતુ આ અંગ્રેજોએ સત્યાગ્રહીઓ સામે સંવાદો ઉભા કર્યા હતા. સત્યાગ્રહમાં જોડાનારા લોકોને અંગ્રેજો પણ રોકતા ન્હોતા. આજે દસમો દિવસ છે અને હાર્દિક પટેલની જે લડત ચાલી રહી છે.

એ ગુજરાતા ખેડૂતો અને ગુજરાતના હિતની વાત છે. ત્યારે દસ દસ દિવસ સુધી સરકાર નિષ્ઠુર બનીને સંવાદ પણ ન કરે એ કોઇપણ સંજોગોમાં સાંખી ન લેવાય. મને અંત્યત દુઃખ છે કે, ગુજરાતનો એક યુવાન સત્યના આગ્રહ સાથે ખેડૂતો માટે ખેડૂતોની જાત નથી હોતી. એક ખેડૂતોના પ્રશ્નની વાતનો સંવાદ પણ ન કરી શકે સરકાર.

હાર્દિકના તાત્કાલિક પારણા કરાવવા જોઇએ. હું ગુજરાતના તમામ જાતિ-ધર્મના લોકોને હું એક રાજકીય નેતા તરીકે નહીં પરંતુ એક ગુજરાતી તરીકે દર્દભરી વિનંતી કરું છું કે, સૌ કોઇ લોકો ગુજરાતના ગામડામાં સંધ્યા આરતી સમયે હાર્દિકની સારી તબિયત માટે સંધ્યા આરતી કરે.

હું ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહીશ કે તેમે પમ તમારા આકાઓને કહો કે આ વ્યાજબી વાત નથી. જો તમારી વાત ન સંભળાતી હોય તો તેમારે પણ આક્રોસ વ્યક્ત કરવો જોઇએ.

https://twitter.com/mantavyanews/status/1036524256631369728

તો ગઈકાલે મોટી સંખ્યામાં પાટીદારો દ્વારા ઉપવાસી છાવણી પર જઈ હાર્દિક પટેલની મુલાકાત લેવા આવતા અવ્યવસ્થા સર્જાતા પોલીસે હળવો લાઠી ચાર્જ કરવો પડ્યો હતો. જેના કારણે આજે ઉપવાસી છાવણી પર પોલીસનો ચાપંતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.