દરેક વ્યક્તિને ઓડિશાના દાનામાંજિ યાદ હશે જે તેની પત્નીના મૃતદેહને તેમના ખભા પર મૂકીને 10 કિલોમીટર લઈ જવાના કારણે ચર્ચામાં આવ્યા હતા. ફરી એકવાર ઓડિશાના નબરંગપુરથી દાનામાંજિ જેવી ઘટના સામે આવી છે. અહીંના ચંદાહાંડી બ્લોકના મોતી ગામે બે ભાઇઓએ તેમની બહેનના મૃતદેહને સાયકલ પર બાંધીને અંતિમ સંસ્કાર માટે લઈ જવું પડ્યું હતું, કેમ કે ગ્રામજનોએ અંતિમ યાત્રાનો બહિષ્કાર કર્યો હતો.
મળતી માહિતી મુજબ આ આદિવાસી જિલ્લામાં શુક્રવારે 42 વર્ષીય નુઆખાઇ પાંડેનું માંદગીને કારણે મોત નીપજ્યું હતું, જેના પતિએ તેને પહેલેથી જ ઘરેથી કાઢી મૂકી હતી. મૃતક મહિલા તેના બે ભાઈઓ ટેકરામ પાંડે અને પુરુષોત્તમ પાંડે સાથે મોતી ગામે રહેતી હતી.
બહેનના અવસાન પછી, જ્યારે અંતિમવિધી માટે ભાઈઓએ મૃતદેહને ઘરની બહાર રાખ્યો હતો, ત્યારે ગ્રામજનો અંતિમ સંસ્કારમાં હાજર થવા તૈયાર ન હતા. એટલું જ નહીં, પરિવારના સંબંધીઓએ પણ નુઆખાઇના અંતિમ સંસ્કારમાં સામેલ થવાની ના પાડી હતી. ભાઈઓ સવાર સુધી કોઈના આવવાની રાહ જોતા હતા પરંતુ શનિવારે સવારે કોઈ પણ મૃતકના ઘરે આવ્યું ન હતું. મજબૂર થયા બાદ બંને ભાઈઓએ તેમની બહેનનો અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય કર્યો.
આ પછી બંને ભાઇઓ બહેનના મૃતદેહને સાયકલ પર બાંધી અને તેને સ્મશાનમાં લઈ ગયા હતા. અંતિમ વિધિમાં બંને ભાઈઓ સિવાય બીજું કોઈ હાજર નહોતું. આ ઘટનાએ એકવાર ફરી માનવતાને શરમજનક બનાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.