Not Set/ ઇમરાન ખાનનું આવી બન્યાનાં એંધાણ : પાકિસ્તાન આર્મી ચીફ કમર જાવેદ બાજવાએ ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજી

વિશ્વ આખું જાણે છે કે, પાકિસ્તાનમાં સરકાર ગમે તેની હોય, પણ સત્તાતો કાયમ માટે લશ્કરની જ રહે છે. અને સાપ્રાંત સમયમાં સામે આવી રહેલી વિગતો અને પાકિસ્તાનનાં ભૂતકાળને જોવામાં આવે તો લોકોનાં મનમાં એક જ વિચાર અવે અને તે હોય…..”શું ઇમરાન ખાનનું આવી બન્યું ?” શું ફરી પાકમાં સત્તાનાં સૂત્રો લશ્કર સંભાળી લેશે? આ વાતને […]

Top Stories World
pakistan army chief ispr ઇમરાન ખાનનું આવી બન્યાનાં એંધાણ : પાકિસ્તાન આર્મી ચીફ કમર જાવેદ બાજવાએ ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજી
વિશ્વ આખું જાણે છે કે, પાકિસ્તાનમાં સરકાર ગમે તેની હોય, પણ સત્તાતો કાયમ માટે લશ્કરની જ રહે છે. અને સાપ્રાંત સમયમાં સામે આવી રહેલી વિગતો અને પાકિસ્તાનનાં ભૂતકાળને જોવામાં આવે તો લોકોનાં મનમાં એક જ વિચાર અવે અને તે હોય…..”શું ઇમરાન ખાનનું આવી બન્યું ?” શું ફરી પાકમાં સત્તાનાં સૂત્રો લશ્કર સંભાળી લેશે?
આ વાતને પુષ્ટી આપતું કારણ છે અને એ છે, પાકિસ્તાનનાં આર્મી ચીફની દેશનાં ટોચનાં વેપારીઓ સાથે લાંબી લચક બેઠક. દેશમાં જેની પાસે આર્થિક સત્તા છે તેવા વેપારીઓ અને જેની પાસે બાહુબળ છે તેવી સેના એક મેજ પર આવી ગઇ છે.
પાકિસ્તાનનાં લશ્કરી વડા જનરલ કમર જાવેદ બાજવા સાથેની મુલાકાત દરમિયાન દેશના ટોચના ઉદ્યોગપતિ ઇમરાન સરકારની નીતિઓ પર ગુસ્સે થયા હતા. અર્થવ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતાં, ટોચના ઉદ્યોગપતિઓએ તેની સાથે વ્યવહાર કરવા સરકાર દ્વારા કરવામાં આવતા ‘ઉદાસીન પ્રયાસો’ની આકરી ટીકા કરી હતી.
જો કે, તેના જવાબમાં જનરલ બાજવાએ તેમની પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે તેઓ તેમની પીડા સમજે છે અને સરકારની વિરુદ્ધ ઉભા રહેવાની અને સરકાર વિરોધી તત્વોની સાથે ન ઉભા રહેવાની સલાહ આપી હતી.
bajawa ઇમરાન ખાનનું આવી બન્યાનાં એંધાણ : પાકિસ્તાન આર્મી ચીફ કમર જાવેદ બાજવાએ ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજી
પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ, બેઠક બુધવારે ડિનર પર થઈ હતી અને તે લાંબો સમય સુધી ચાલતી હતી. સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, ઉદ્યમીઓની મુખ્ય ફરિયાદ એ હતી કે સરકાર ફક્ત વાતો કરે છે અને તેના ભાષણ અને ક્રિયામાં ઘણો તફાવત છે.
સૂત્રોએ મીટિંગ વિશે ખાનગીમાં જણાવ્યું હતું કે વીસ-સદસ્યના પ્રતિનિધિ મંડળ દ્વારા સૈન્ય પ્રમુખ સાથે મુલાકાત થઈ. બાજવાએ તેમને તેમની તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી હતી. તેમણે એમ પણ સૂચવ્યું કે પ્રતિનિધિઓની ફરિયાદોના નિવારણ માટે કામ કરવા લશ્કરી અધિકારીઓની આંતરિક સમિતિની રચના કરવામાં આવશે. બાજવાએ દેશના અગ્રણી ઉદ્યમીઓને કહ્યું કે ‘આપણે બધા પાકિસ્તાનને પ્રેમ કરીએ છીએ અને દેશને તેમની સૌથી વધુ જરૂર છે’.

વેપારીઓએ સરકાર સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કરવામાં કોઈ કમી રાખી ન હતી. તેમણે લશ્કરી વડાને કહ્યું કે તેના વ્યવસાયિક એકમો એક પછી એક બંધ થઈ રહ્યા છે. જો પરિસ્થિતિ આમ જ યથાવત રહેશે, તો દેશમાં ધંધો અટકી જશે, તીવ્ર બેકારી સર્જાશે, તેની કલ્પના પણ કરી શકાતી નથી. તેમણે કહ્યું કે સૌથી મોટી સમસ્યા એ છે કે આશાનો પ્રકાશ દેખાતો નથી.

વેપારીઓએ જણાવ્યું હતું કે દેશની જીડીપી તેના સૌથી નીચા સ્તરે છે અને ફુગાવા સૌથી વધુ છે. અને, આ સંજોગોમાં, એફબીઆર તેમને કર વસૂલવાના નામે ખરાબ રીતે નિચોવી રહ્યું છે. ખર્ચમાં સતત વધારો એ ધંધા માટે મોટો સંકટ બની ગયું છે.

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Navratri Web Banner 728 x 90 ઇમરાન ખાનનું આવી બન્યાનાં એંધાણ : પાકિસ્તાન આર્મી ચીફ કમર જાવેદ બાજવાએ ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજી