Not Set/ મગફળી કે મુશ્કેલી : ટેકાનાં ભાવે મગફળી ખરીદી માટેની નોંધણી સમયે સરવરો ઠપ

અરવલ્લી જિલ્લામાં ટેકાનાં ભાવે મગફળી ખરીદી કરવા મગફળી નોંધણી કેન્દ્રો શરુ કરાયા છે ત્યારે ઓનલાઇન નોંધણીમાં સર્વર ડાઉન થવાથી હજારો ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે. અરવલ્લી જિલ્લાનાં છ તાલુકાઓમાં સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા માટે 1લી ઓક્ટોબરથી નોંધણી શરુ કરી છે.સરકાર 1018 રૂપિયામાં એક મણ લેખે મગફળી ખરીદી કરવાનું શરુ કર્યુ […]

Top Stories Gujarat Others
farmer મગફળી કે મુશ્કેલી : ટેકાનાં ભાવે મગફળી ખરીદી માટેની નોંધણી સમયે સરવરો ઠપ

અરવલ્લી જિલ્લામાં ટેકાનાં ભાવે મગફળી ખરીદી કરવા મગફળી નોંધણી કેન્દ્રો શરુ કરાયા છે ત્યારે ઓનલાઇન નોંધણીમાં સર્વર ડાઉન થવાથી હજારો ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે.

અરવલ્લી જિલ્લાનાં છ તાલુકાઓમાં સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા માટે 1લી ઓક્ટોબરથી નોંધણી શરુ કરી છે.સરકાર 1018 રૂપિયામાં એક મણ લેખે મગફળી ખરીદી કરવાનું શરુ કર્યુ છે. જિલ્લામાં 50 હજાર હેકટર જમીનમાં મગફળીનું વાવેતર થયું છે ત્યારે ખેડૂતો મોટી સંખ્યામાં નોંધણી એન્ડ્રો પર રજીસ્ટ્રેશન માટે પહોંચી રહ્યા છે.

દર વખતે પડતી અવગડતાંને કારણે આ વર્ષે ગ્રામ પંચાયતોમાં પણ મગફળીની નોંધણી કરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લાના તાલુકા મથક ના માર્કેટ યાર્ડ ઓફિસ ખાતે પણ સરકાર ઓનલાઇન નોંધણી કરી રહી છે. પણ સુવિધાઓ આપવા છતાં ખડૂતોની મુશ્કેલી ઘટતી નથી. છેલ્લા ત્રણ દિવસ માં 7 હજાર ફોર્મની સામે 4840 જેટલા ખેડૂતો જ ઓનલાઇન નોંધણી કરાવી શક્યા છે. આજે પણ સર્વર ડાઉન થઇ જતા ખેડૂતોને ગ્રામ પંચાયત અને તાલુકા મથકે એમ બે સ્થળો પાર ધક્કા ખાવાની ફરજ પડી છે.

અનેક મુશ્કેલીઓ ને પાછળ રાખી ખેડૂત આગળ વધવા પ્રયાસ કરે છે પણ પરેશાનીઓ જાણે ખેડૂત નો પીછો છોડતી નથી એમ અહીં પણ ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છ. અનેક દાખલ, દસ્તાવેજો સાથે એક જગ્યા એ થી બીજી જગ્યા એ ટેકાના માટે ફરતા ખેડૂત ને હવે સરકાર વધુ સહાય આપે તેવી માંગ છે.

મગફળીનો પાક સાતત વરસાદી પાણીમાં રહી કોહવાઈ જય રહ્યો છે ત્યારે પાકવિમાંની પળોજણ વચ્ચે હવે નોંધણી કરાવવા દોડતો ખેડૂત થાકી રહ્યો છે અને સરળતા પૂર્વકની પધ્ધતિના આધારે કામગીરી કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યો છે.

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Navratri Web Banner 728 x 90 મગફળી કે મુશ્કેલી : ટેકાનાં ભાવે મગફળી ખરીદી માટેની નોંધણી સમયે સરવરો ઠપ