Not Set/ જામનગરમાં ડેન્ગ્યુના ડંખથી હાહાકાર, 11 ના મોત, સરકારે આપી 50 લાખની ગ્રાન્ટ

જામનગર, જામનગરમાં ડેન્ગ્યુના ડંખે હાહાકાર મચાવ્યો છે.જામનગરમાં ફેલાયેલ ડેન્ગ્યું રોગચાળાને નાથવા આરોગ્ય તંત્રની સાથે રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. રાજ્ય મંત્રી જાડેજાએ હોસ્પિટલની મુલાકાત લઇ દર્દીઓના હાવચાલ પૂછી સરકાર દ્વારા કરવામાં આવેલ પ્રયાસોને મીડિયા સમક્ષ રજુ કર્યા હતા. સરકારે અન્ય જિલ્લાઓમાંથી વધારાનો મેડીકલ સ્ટાફ ફાળવી.તાત્કાલિક 50 લાખની ગ્રાન્ટ ફાળવી દીધી છે. જામનગર […]

Gujarat Others
aaaaaaaaaaaaaaa 2 જામનગરમાં ડેન્ગ્યુના ડંખથી હાહાકાર, 11 ના મોત, સરકારે આપી 50 લાખની ગ્રાન્ટ

જામનગર,

જામનગરમાં ડેન્ગ્યુના ડંખે હાહાકાર મચાવ્યો છે.જામનગરમાં ફેલાયેલ ડેન્ગ્યું રોગચાળાને નાથવા આરોગ્ય તંત્રની સાથે રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. રાજ્ય મંત્રી જાડેજાએ હોસ્પિટલની મુલાકાત લઇ દર્દીઓના હાવચાલ પૂછી સરકાર દ્વારા કરવામાં આવેલ પ્રયાસોને મીડિયા સમક્ષ રજુ કર્યા હતા. સરકારે અન્ય જિલ્લાઓમાંથી વધારાનો મેડીકલ સ્ટાફ ફાળવી.તાત્કાલિક 50 લાખની ગ્રાન્ટ ફાળવી દીધી છે.

જામનગર શહેર જીલ્લામાં ડેન્ગ્યુંએ હાહાકાર મચાવ્યો છે.છેલ્લા બાર દિવસમાં પાંચ દર્દીઓના મૃત્યુ નીપજ્યા છે…જયારે સાતસો ઉપરાંત દર્દીઓએ સારવાર લીધી છે.જો કે આ સંખ્યામાં ઉતરોતર વધારો થતા આરોગ્ય તંત્રની સાથે રાજ્ય સરકાર પણ સફાળી જાગી છે.ફેલાયેલ રોગચાળાને નાથવા તંત્ર દ્વારા શહેર-જીલ્લામાં સર્વે ચિકિત્સા પૂર્ણ કરી છે.છતાં પણ દર્દીઓની સંખ્યા વધી જ રહી છે.જેને લઈને રાજ્યના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની મુલાકાત લીધી હતી.

સતત વધતી જતી દર્દીઓની સંખ્યાને લઈને.પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા રાજ્ય સરકારે અન્ય જીલ્લામાંથી ત્રણ મેડીકલ ઓફિસર અને તાપી જિલામાંથી 24 ડોક્ટર 97  મેઈલ ફિલ્ડ વર્કર અને સાત સુપરવાઈજર સહીતનો સ્ટાફ ફાળવી દીધો છે.આ ટીમ આવતીકાલથી જ શહેરના વિસ્તારોમાં ફરી સર્વે કરી…જરૂરી ચિકિત્સા હાથ ધરશે.આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક 50 લાખની ગ્રાન્ટ મજુર કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.