Ahmedabad Rains/ અમદાવાદીઓ, રાત્રે વરસાદે બોલાવેલી ધડબડાટી તસ્વીરોમાં જુઓ

અમદાવાદમાં લાંબા સમય બાદ વરસાદી Ahmedabad rain વાતાવરણ જામ્યું છે. તેમા પણ મોડી રાતના વિવિધ વિસ્તારોમાં વરસાદે બોલાવેલી ધડબડાટીના લીધે શહેરના પૂર્વવિસ્તારોમાં પાણી ભરાયા છે.

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
Ahmedabad rain graffic અમદાવાદીઓ, રાત્રે વરસાદે બોલાવેલી ધડબડાટી તસ્વીરોમાં જુઓ

અમદાવાદ: અમદાવાદમાં લાંબા સમય બાદ વરસાદી Ahmedabad rain વાતાવરણ જામ્યું છે. તેમા પણ મોડી રાતના વિવિધ વિસ્તારોમાં વરસાદે બોલાવેલી ધડબડાટીના લીધે શહેરના પૂર્વવિસ્તારોમાં પાણી ભરાયા છે. આટલું ઓછું હોય તેમ વહેલી સવારે પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. તેના લીધે કેટલાય વિસ્તારો પાણીમાં ગળાડૂબ છે.

Ahmedabad rain અમદાવાદીઓ, રાત્રે વરસાદે બોલાવેલી ધડબડાટી તસ્વીરોમાં જુઓ

ભારે પવની સાથે પડેલા વરસાદના લીધે Ahmedabad rain શહેરમાં છોટાલાલની ચાલી, વલ્લભનગર, રબારી વસાહત, અંબિકાનગર, ફાયરબ્રિગેડ વિસ્તારમાં પામી ભરાયા છે. વલ્લભનગરમાં તો ભારે પવનના લીધે ઝાડ પડ્યુ છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે.

Ahmedabad rain 1 અમદાવાદીઓ, રાત્રે વરસાદે બોલાવેલી ધડબડાટી તસ્વીરોમાં જુઓ

અમદાવાદમાં ગઇકાલ સાંજથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. કેટલાય ભાગોમાં ભારે વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી પણ વરસાદી વાતાવરણ છે તથા અમુક વિસ્તારોમાં ભારે તો ઝરમર વરસાદ જારી છે.

આગામી ચોવીસ કલાકમાં ગુજરાતમાં ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. દાહોદ, મહીસાગર, વલસાડ અને ઉત્તર ગુજરાતમાં અરવલ્લીમાં ભારે વરસાદ પડી શકે છે. કાંઠામાં 30થી 40 કિ.મી.ની ઝડપે Ahmedabad rain પવન ફૂંકાઈ શકે છે. વીજળીના કડાકા, પવન સાથે વરસાદ ખાબકી શકે છે. ઘણા વિસ્તારોમાં થંરસ્ટ્રોમ એક્ટિવિટી થઈ શકે છે. કેટલાક ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ તથા દીવમાં હળવો વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી 48 કલાકમાં નોંધપાત્ર વરસાદ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં તો ભારે વરસાદ થશે.

 

આ પણ વાંચોઃ Naidu Arrested/ ચંદ્રાબાબુ નાયડુની ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ

આ પણ વાંચોઃ Gujarat Monsoon/ રાજ્યમાં છેલ્લા બે દિવસમાં 200 તાલુકામાં વરસાદ વરસ્યો, આગામી 24 કલાક ભારે

આ પણ વાંચોઃ Earthquake/ મોરક્કોમાં 6.5ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, 296 લોકોના મોત

આ પણ વાંચોઃ Pays A Visit/ જ્ઞાનવાપી મસ્જિદના સર્વે માટે સમય વધારાની ASIની અરજી પર સુપ્રીમ કોર્ટે આપ્યો આ નિર્દેશ

આ પણ વાંચોઃ G20 Summit/ G20 સમિટ માટે ઘોષણાપત્ર તૈયાર,આ મુદ્દાઓનો થશે સમાવેશ,જાણો