Not Set/ એવોર્ડ વીનર ‘ઢ’ ફિલ્મ માટે નસીરૂદ્દીન શાહે એક રૂપિયો લીધા સિવાય કામ કર્યું

અમદાવાદ 65માં રાષ્ટ્રીય એવોર્ડની જાહેરાત થઇ છે અને એક ખાસ એવોર્ડ ગુજરાતી ફિલ્મ ‘ઢ‘ને મળ્યો છે. આ કોમેડી અને ડ્રામા ફિલ્મને મુળ હરિયાણાના પરંતું અમદાવાદને કર્મભુમિ બનાવનારા મનીષ સૈની દ્વારા દિગદર્શિત કરવામાં આવી છે. આ ફિલ્મની સ્ટોરી બનાવવાનો વિચાર મનીષ સૈની ત્યારે આવ્યો હતો જયારે તેઓ અમદાવાદમાં એનઆઈડીમાં અભ્યાસ કરતાં હતા.એનઆઇડીમાં અભ્યાસ કરતી સમયે મનીષ અને તેમના મિત્રએ […]

Top Stories Entertainment
cover Picture size copy 411 એવોર્ડ વીનર ‘ઢ’ ફિલ્મ માટે નસીરૂદ્દીન શાહે એક રૂપિયો લીધા સિવાય કામ કર્યું

અમદાવાદ

65માં રાષ્ટ્રીય એવોર્ડની જાહેરાત થઇ છે અને એક ખાસ એવોર્ડ ગુજરાતી ફિલ્મ ને મળ્યો છે. આ કોમેડી અને ડ્રામા ફિલ્મને મુળ હરિયાણાના પરંતું અમદાવાદને કર્મભુમિ બનાવનારા મનીષ સૈની દ્વારા દિગદર્શિત કરવામાં આવી છે.

આ ફિલ્મની સ્ટોરી બનાવવાનો વિચાર મનીષ સૈની ત્યારે આવ્યો હતો જયારે તેઓ અમદાવાદમાં એનઆઈડીમાં અભ્યાસ કરતાં હતા.એનઆઇડીમાં અભ્યાસ કરતી સમયે મનીષ અને તેમના મિત્રએ આ ફિલ્મની સ્ક્રીપ્ટ લખી હતી.

Image result for 'ઢ' ગુજરાતી ફિલ્મ

ફિલ્મની પટકથા દિગ્ગજ અભિનેતા નસીરૂદ્દીન શાહને પણ ગમી હતી અને તે ફિલ્મમાં કામ કરવા તૈયાર થયા હતા.ફિલ્મમાન નસીરૂદીન શાહ જાદુગરની ભુમિકા ભજવે છે.

ફિલ્મનું શુટીંગ અમદાવાદની ભવન્સ કોલેજ,સાબરમતી અને વિરમગામ જેવા લોકેશન પર કરવામાં આવ્યું હતું. ભવન્સ કોલેજમાં આ ફિલ્મનો સેટ ત્રણ સતત 12 – 12 કલાક કામ કરીને બનાવવામાં આવ્યો હતો.

Image result for 'ઢ' ગુજરાતી ફિલ્મ

તમને જણાવી દઈએ કે જયારે આ ફિલ્મ મનીષ સૈની બનાવવા જઈ રહ્યા હતા ત્યારે તેમના પાસે માત્ર 50,000 રૂપિયા હતા. તેમાં છતાં પણ તેમને આ ફિલ્મ બનવાનું વિચાર્યું હતું. ફિલ્મ બનાવવા સમયે તેઓ નસરુદ્દીન શાહ તેમના રોલ માટે ફી પણ ચૂકવી શકે એટલા પૈસા પણ ન હતા. તેમ છતાં પણ તે મનીષે નસરુદ્દીન શાહ ફિલ્મની સ્ટોરી જણાવી હતી. મનીષને આ ફિલ્મને હિન્દીમાં નહી પરતું ગુજરાતીમાં બનાવી કારણ કે તેમને  ગુજરાતી સિનેમા માટે કંઈક કોન્ટ્રીબ્યુટ કરવું હતું.

‘ માટે નસીરુદ્દીન શાહની ફી ન ચૂકવવા અંગે સૈનીએ જણાવ્યું કે ફિલ્મ માટે નસીરુદ્દીન શાહને હજુ સુધી ફી આપવામાં આવી નથી. પરંતુ ફિલ્મ રીલિઝ થયા બાદ નસીરસરને ફી આપીશું

Image result for 'ઢ' ગુજરાતી ફિલ્મ

મનીષ સૈની કહે છે કે હાલ ફિલ્મ રીલિઝની તૈયારીઓ કરી રહ્યા છીએ. ફિલ્મને સારો કોઈ એવોર્ડ મળે તેની રાહ જોઈ રહ્યા હતાજેથી રીલિઝ સમયે ઓડિયન્સ મળવામાં પણ ફાયદો થઈ શકે. આ એક આર્ટીસ્ટિક નહીં પણ કમર્શીયલ ફિલ્મ છે.