Not Set/ ઉન્નાવ ગેંગરેપ પર તૂટી યોગીની ચુપ્પી-જણાવ્યું અપરાધી કોઈ પણ હશે, બચી નહિ શકે.

ઉન્નાવ ગેંગ રેપ મામલમાં સીબીઆઈ એ આરોપી બીજેપી વિધાયક કુલદીપ સિંહ સેંગરને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ત્યાર બાદ આ મામલા પર અત્યાર સુધી મૌન રહેલા યુપીના મુખ્યમંત્રી યોગીએ આજ કહ્યું હતું કે આરોપી કોઈ પણ હશે તે બચી નહિ શકે. મુખ્યમંત્રી આદિત્યનાથે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું હતું કે પ્રદેશ સરકાર અપરાધ અને ભ્રષ્ટાચાર મુદ્દા પર […]

India
guj11102017 13 ઉન્નાવ ગેંગરેપ પર તૂટી યોગીની ચુપ્પી-જણાવ્યું અપરાધી કોઈ પણ હશે, બચી નહિ શકે.

ઉન્નાવ ગેંગ રેપ મામલમાં સીબીઆઈ એ આરોપી બીજેપી વિધાયક કુલદીપ સિંહ સેંગરને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ત્યાર બાદ આ મામલા પર અત્યાર સુધી મૌન રહેલા યુપીના મુખ્યમંત્રી યોગીએ આજ કહ્યું હતું કે આરોપી કોઈ પણ હશે તે બચી નહિ શકે.

મુખ્યમંત્રી આદિત્યનાથે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું હતું કે પ્રદેશ સરકાર અપરાધ અને ભ્રષ્ટાચાર મુદ્દા પર ઝીરો ટોલરેન્સ નીતિ પર કામ કરી રહી છે. વિધાયક કુલદીપ સિંહ સેંગરની સીબીઆઈ એ ધરપકડ કરી લીધી છે.

સિયાસી દળોમાં ઘાટ-ઘાટનું પાણી પીવાવાળા સેંગર બીજેપી માટે મુશ્કેલ બની ગયા છે. આ મામલાને લઈને યોગી સરકારની ખુબ ટીકા કરવામાં આવી રહી છે. આ સિવાય બીજેપી નેતા અને ખુદ સીએમ અત્યાર સુધી ખામોશી સાધીને બેઠા હતા. પરંતુ ક્યાંક આ ચુપ્પી તેમના અને મોદીજી માટે ભારે ન પડી જાય એટલા માટે તેમને આખરે આ મુદ્દે પોતાનું મૌન તોડ્યું હતું.

આપને જણાવી દઈએ કે ઉન્નાવ ગેંગ રેપ મામલામાં 260 દિવસ બાદ બીજેપી વિધાયક કુલદીપ સિંહ સેંગર વિરુદ્ધ ગુરુવારે એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. આરોપી વિધાયક ઉન્નાવના માખી થાણામાં બુધવાર મોડી રાતે આઈપીસી ની ધારા 363, 366, 376 અને પોક્સો કાયદાના વિવિધ વિભાગો અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.

આ મામલામાં યોગી સરકારની ચુપ્પી અને પોલીસની નબળાઈ સામે આવી છે. ચોતર્ફા દબાવ પછી યુપી સરકારએ આ મામલાની સીબીઆઈ દ્વારા તપાસની ભલામણ કરવામાં આવી હતી, જેને કેન્દ્રે મંજરી આપી હતી. ગૃહ વિભાગે પીડિતાના  પિતાની મોતની તપાસની ભલામણ પણ સીબીઆઈને કરી હતી. ત્યાં, આ મામલાની તપાસ કરી રહેલ સીબીઆઈ એ બીજેપી વિધાયકને તેના લખનૌ સ્થિત આવાસથી ધરપકડ કરવામાં આવી હતી. સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે સવારે લગભગ 4:30 વાગ્યે વિધાયકની ધરપકડ કરવામાં આવી છે.

ત્યાર બાદથી જ લખનૌના સીબીઆઈ ઓફિસમાં કુલદીપ સેંગરની પૂછપરચ ચાલુ છે. સીબીઆઈ આજ જ સેંગરને કોર્ટમાં હાજર કરી શકે છે. સીબીઆઈ તરફથી આ મામલામાં અત્યાર સુધી આ મામલામાં ત્રણ કેસ દાખલ કરવામાં આવ્યા છે. કુલદીપ સેંગર પર નાબલીગનો રેપ, પીડિતાના પિતાની હત્યા અને ત્રીજો કેસ વિધાયક સેંગરના પરિવાર તરફથી પણ કેસ કરવામાં આવ્યો છે.

સીબીઆઈ ની ટીમએ આ મામલો હાથમાં આવ્યો હતો ત્યારથી જ એક્શન લેવાની શરૂઆત કરી દીધી હતી. સીબીઆઈ ની ટીમે ઉન્નાવના એક હોટલમાં પરિવારથી મુલાકાત કરી રહી છે. સુત્રો પ્રમાણે જન થઇ છે કે સીબીઆઈ ના લગભગ 7 ઓફીસર અત્યાર સુધી પરિવારજનોને મળવા આવી ચુક્યા છે.