GST/ 50 લાખનું મહિનાનું ટર્નઓવર કરતા ઉદ્યોગપતિઓ માટે આવ્યો નવો નિયમ

જીએસટી દ્વારા છેતરપિંડી અટકાવવા કેન્દ્ર સરકારે જીએસટીના નિયમોમાં 86 બી નિયમો ઉમેર્યા હતા. જેમા 50 લાખથી વધુનું મહિનાનું ટર્નઓવર ધરાવતા ઉદ્યોગપતિઓને 1 ટકા જીએસટી કેશ જમા કરાવવો પડશે. બાકીના 99 ટકા જીએસટીમાં પહેલાની જેમ ઇનપુટ ટેક્સ ક્રેડિટ ચૂકવવાની સુવિધા આપવામાં આવશે. કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયાએ જીએસટીમાં આ સુધારાનો વિરોધ શરૂ કર્યો છે અને સરકારને પત્ર […]

Business
gst 50 લાખનું મહિનાનું ટર્નઓવર કરતા ઉદ્યોગપતિઓ માટે આવ્યો નવો નિયમ

જીએસટી દ્વારા છેતરપિંડી અટકાવવા કેન્દ્ર સરકારે જીએસટીના નિયમોમાં 86 બી નિયમો ઉમેર્યા હતા. જેમા 50 લાખથી વધુનું મહિનાનું ટર્નઓવર ધરાવતા ઉદ્યોગપતિઓને 1 ટકા જીએસટી કેશ જમા કરાવવો પડશે. બાકીના 99 ટકા જીએસટીમાં પહેલાની જેમ ઇનપુટ ટેક્સ ક્રેડિટ ચૂકવવાની સુવિધા આપવામાં આવશે. કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયાએ જીએસટીમાં આ સુધારાનો વિરોધ શરૂ કર્યો છે અને સરકારને પત્ર લખીને આ અંગે સખત વાંધો ઉઠાવ્યો છે. આ સાથે જ આ સમગ્ર મામલે નાણાં મંત્રાલય તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે.

આ નિયમ 50 લાખ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતા લોકોને લાગુ થશે- નાણાં મંત્રાલયે પોતાની સ્પષ્ટતામાં કહ્યું છે કે જીએસટી નિયમોમાં આ ફેરફારથી 45,000 કરદાતાઓને અસર થશે. નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર, જે ઉદ્યોગપતિઓનું મહિનાનું ટર્નઓવર રૂપિયા 50 લાખથી વધુ હશે. તેઓએ માત્ર 1 ટકા જીએસટી રોકડમાં જમા કરાવવાની રહેશે.

661227 gst 020318 50 લાખનું મહિનાનું ટર્નઓવર કરતા ઉદ્યોગપતિઓ માટે આવ્યો નવો નિયમ

45,000 કરદાતાઓને અસર થશે
નાણાં મંત્રાલયની સ્પષ્ટતા અનુસાર, જીએસટીના નિયમોમાં 86 બી નિયમો ઉમેરવાથી કુલ 1.2 કરોડ કરદાતાઓમાંથી માત્ર 45,000 કરદાતાઓ પર જ અસર કરશે. નાણાં મંત્રાલયના જણાવ્યા મુજબ, આ પરિવર્તનથી ડીલરો અને વેપારીઓને અસર થશે નહીં. 22 ડિસેમ્બરે નાણાં મંત્રાલયે જાહેરનામું બહાર પાડીને જીએસટીના નિયમોમાં નિયમ 86 બી ઉમેરવાની માહિતી આપી હતી.

નાણાંમંત્રી નિર્મલા સીતારમણને પત્ર પાઠવીને માંગ કરી છે કે વેપારીઓની સલાહ લીધા પછી જ આ નિયમ તાત્કાલિક સ્થગિત કરવામાં આવે અને તેને લાગુ કરવામાં આવે. કેટના જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલે પણ સીતારામનને લખેલા પત્રમાં કહ્યું છે કે, હવે સમય આવી ગયો છે કે સરકારે વેપારીઓ સાથે બેસીને જીએસટી ટેક્સ સિસ્ટમની સંપૂર્ણ સમીક્ષા કરવી જોઈએ અને ટેક્સ પ્રણાલીને વધુ સરળ બનાવવી જોઈએ. કેટે આ મુદ્દે સીતારમણને મળવા માટે સમય માંગ્યો છે.