Politics/ PM એ જે નૌટંકી કરી, પોતાની જવાબદારી ન નિભાવી તેનું પરિણામ છે આ બીજી લહેરઃ રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે ​​એક પ્રેસ કોન્ફરન્સમાં નરેન્દ્ર મોદી પર જોરદાર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, “સરકાર અને વડા પ્રધાન હજી કોરોનાને સમજી શક્યા નથી. કોરોના માત્ર એક રોગ નથી, કોરોના એક બદલાતો રોગ છે.

Top Stories Trending
1 45 PM એ જે નૌટંકી કરી, પોતાની જવાબદારી ન નિભાવી તેનું પરિણામ છે આ બીજી લહેરઃ રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે ​​એક પ્રેસ કોન્ફરન્સમાં નરેન્દ્ર મોદી પર જોરદાર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, “સરકાર અને વડા પ્રધાન હજી કોરોનાને સમજી શક્યા નથી. કોરોના માત્ર એક રોગ નથી, કોરોના એક બદલાતો રોગ છે. તમે જેટલો સમય અને જગ્યા આપશો તેટલું જોખમી બનશે. આ બીજી લહેર વડા પ્રધાનની જવાબદારી છે, વડા પ્રધાને જે નૌટંકી કરી, તેમની જવાબદારી નિભાવી નહીં, તેનુ કારણ આ બીજી લહેર છે. તેમણે કહ્યુ કે, વડા પ્રધાને જો વેક્સિન પર રણનીતિ ન બદલી તો ચોથી અને પાંચમી લહેર પણ નક્કી છે.

શું લેવાશે પરીક્ષા? / ધોરણ 12 ની પરીક્ષા પર SC માં સુનાવણી ટળી, જાણો ક્યારે થઇ શકે છે નિર્ણય?

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર કોરોનાવાયરસને લઈને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલે કોરોનાની બીજી લહેર માટે પીએમ મોદીને સંપૂર્ણ રીતે જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજી લહેર માટે સંપૂર્ણપણે જવાબદાર છે અને જો રસીકરણની પ્રક્રિયા આ ગતિએ આગળ વધે છે તો હું તમને કહું છું કે વધુ લહેરો પણ આવશે. તેમણે રસીકરણની વ્યૂહરચનામાં પરિવર્તન લાવવા હાકલ કરી. રાહુલ ગાંધીએ કોરોનાથી થતા મોત અંગે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, જો કોરોના રોકવા માટે કોઈ કાયમી સમાધાન હોય તો તે માત્ર રસીકરણ છે. રાહુલ ગાંધીએ વડા પ્રધાન પર આરોપ લગાવ્યો હતો કે તમે જે રીતે કામ કરો છો તેના કારણે લાખો લોકો મોતને ભેટી રહ્યા છે, તેથી તમે તમારા કામ કરવાની રીતને બદલો. કોરોના માત્ર એક રોગ નથી, કોરોના એક બદલાતો રોગ છે.

સામુહિક મોતની છલાંગ / ચાણસ્મા નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ઘટી મોટી દુર્ઘટના, માતા-પુત્રીએ ભણી સાથે કેનાલમાં ઝંપલાવ્યું

રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે ફેબ્રુઆરીથી કેન્દ્ર સરકારને ચેતવણી આપી રહ્યા છીએ પરંતુ કેન્દ્રએ અમારી વાત સાંભળી નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે, વિપક્ષ તેમનો દુશ્મન નથી અને કોરોના રાજકીય મુદ્દો નથી. વાયનાડનાં કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, મેં કોંગ્રેસ શાસિત રાજ્યોને બોલાવ્યા અને કહ્યું કે કોરોના મૃત્યુનાં આંકડાઓને સાચા બતાવે. તેમણે કહ્યું કે, અમે કોંગ્રેસનાં શાસિત અમારા તમામ મુખ્યમંત્રીઓ સાથે વાત કરી છે કે, તેઓ ભાજપની જેમ સત્યને છુપાવે નહીં, મૃત્યુનાં આંકડા છુપાવે નહીં, લોકોને સત્યથી વાકેફ કરાવવું જોઈએ. રાહુલે કહ્યું કે આનાથી લોકો પરેશાન થશે, પરંતુ તે સત્યને જાણશે.

kalmukho str 24 PM એ જે નૌટંકી કરી, પોતાની જવાબદારી ન નિભાવી તેનું પરિણામ છે આ બીજી લહેરઃ રાહુલ ગાંધી