રખડતા ઢોર/ રખડતા ઢોર વિરુધ્ધ તત્કાલ કાર્યવાહી કરવા આદેશ : રાજ્ય સરકાર

રાજય સરકાર હવે રખડતાં ઢોરના પ્રશ્ને  એક્શન મોડમાં આવી હોય તેમ લાગી રહ્યું છે. રખડતા ઢોરને લઈને અકસ્માતના કેસો સામે આવી રહ્યા છે ત્યારે સરકારે ગંભીર નોંધ લઈ તત્કાલ કાર્યવાહી કરવા આદેશ કર્યા છે.

Top Stories Gujarat Others
Untitled.png ima harti 12 રખડતા ઢોર વિરુધ્ધ તત્કાલ કાર્યવાહી કરવા આદેશ : રાજ્ય સરકાર

ગુજરાત રાજ્યમાં રખડતા ઢોર એક મોટો પ્રશ્ન બની ગયો છે. અવારનવાર રોડ ઉપર રખડતા ઢોરને  કારણે  અકસ્માતની ઘટનાઓ સામે આવે છે. ગાય અને આખલા જેવા પશુઓ રોડ પર થી પસાર થતાં વાહન ચાલકોને અડફેટે લેતા જોવા મળે છે અને તેમણે ઇજાગ્રસ્ત કર્યા ના સમાચાર પણ સામે આવતા રહે છે. તો કુતરા જેવા રખડતા પશુ રાહદારી કે પછી ઘરમાં  ઘૂસીને બાળકોને ઇજા પહોચડ્યા કે બટકા ભર્યાના કિસ્સા પણ અવાર નવાર સામે આવતા રહે છે.

ત્યારે રાજય સરકાર હવે રખડતાં ઢોરના પ્રશ્ને  એક્શન મોડમાં આવી હોય તેમ લાગી રહ્યું છે. રખડતા ઢોરને લઈને અકસ્માતના કેસો સામે આવી રહ્યા છે ત્યારે સરકારે ગંભીર નોંધ લઈ તત્કાલ કાર્યવાહી કરવા આદેશ કર્યા છે. ગઈ કાલે કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ સેક્રેટરીને રખડતા ઢોર નિયંત્રણની કામગીરીને સતર્ક કરવા આદેશ આપ્યા હતા.

તિરંગા યાત્રા કરી રહેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ગાયે અડફેટે  લીધા, હોસ્પિટલમાં દાખલ | Former Deputy Chief Minister Nitin Patel was  attacked by a cow and admitted ...

મુખ્યમંત્રીએ શહેરી વિકાસ વિભાગના સેક્રેટરીને રસ્તા પર રખડતા ઢોરને હટાવા આદેશ કર્યા છે. કેબિનેટ બેઠકમાં સપ્તાહમાં રિપોર્ટ આપવા આદેશ પણ અપાયા છે. રખડતા ઢોરને પાંજરાપોળ, ગૌશાળામાં મોકલી આપી સંસ્થાઓને નિભાવ ખર્ચ આપવા સૂચના પણ આપવામાં આવી છે. સંસ્થાઓને ઢોરનો નિભાવ ખર્ચની જોગવાઈ અંતર્ગત સત્વરે અમલ કરવા પાલિકાઓને આપી સૂચના પણ આપવામાં આવી છે.

Number of Stray Cattle decreased at the national level while it increased  in certain states

અત્રે નોધનીય છે કે કડીમાં ત્રિરંગા યાત્રા દરમિયાન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને રખડતી ગાયે અડફેટે લીધા હતા. અને તેમણે તાત્કાલિક હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા હતા. તેમની સાથે અન્ય બે થી ત્રણ લોકો પણ ગાયની અડફેટમાં આવ્યા હતા. નિતિન પટેલ ને  ગાયનું શિંગડું વાગ્યું હતું અને ઘૂંટણમાં ઇજા પણ થઈ હતી.

તો પોરબંદરમાં પણ હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત શહેરમાં પહોંચેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કોન્વે અને રેલી દરમિયાન વચ્ચે બે આખલાઓ ઘુસી ગયા હતા. જો કે પોલીસે સમયસૂચકતા દાખવતાં કોઈ અકસ્માત નહોતો સર્જાયો. રાજયમાં આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે.

Cow attack Nitin Patel, See exclusive Video - નીતિન પટેલને રખડતી ગાયે  અડફેટે લીધા – News18 Gujarati

જો કે સરકાર દ્વારા માર્ચ માહિનામાં યોજાયેલી વિધાનસભાની બેઠકમાં રખડતા ઢોર નિયંત્રણ સંબંધિત કાયદાને લઈ ચર્ચા થઈ હતી. અને તે અંગે એક બિલ પાસ કરવામાં આવ્યું હતું. પરંતુ ને રાજ્યભરમાં માલધારી સમાજના લોકો ભારે વિરોધ કર્યો હતો. રખડતાં ઢોર સંબંધિત બિલ જે તે સમયે મોકૂફ રાખવામા આવ્યું હતું.

શું હતું રખડતા ઢોર વિરોધી બિલ 

બિલની જોગવાઇ મુજબ કાયદો અમલમાં આવ્યા બાદ જાહેરનામાથી શહેરી વિસ્તારોમાં ઢોર રાખવા માટે પશુપાલકે લાઈસન્સ લેવું પડશે. મંજૂરીથી રાખેલા તમામ ઢોરને ટેગ લગાવવું પડશે. આ કાયદાના ભંગ બદલ 1 વર્ષ સુધીની કેદની સજા અને ઓછામાં ઓછા 5 હજારથી વધુમાં વધુ 20 હજાર સુધીના દંડની જોગવાઇઓ બિલમાં કરવામાં આવી હતી.

World/ અમેરિકામાં 2000 બાળકોએ એકસાથે ભગવદ ગીતાનું પઠન કર્યું, વીડિયો જોઈને તમે મંત્રમુગ્ધ થઈ જશો