Rain warning/ વરસાદના બીજો રાઉન્ડ પહેલા રાઉન્ડને પણ હંફાવશે, ગુજરાતીઓ ચેતજો

ગુજરાતમાં વરસાદનો આવતીકાલથી શરૂ થનારો બીજો રાઉન્ડ પહેલા રાઉન્ડને પણ હંફાવે તેવો હોવાથી ગુજરાતીઓને સાવચેત રહેવાની ચેતવણી આપવામાં આવી છે.

Top Stories Gujarat
Ahmedabad rain 2 વરસાદના બીજો રાઉન્ડ પહેલા રાઉન્ડને પણ હંફાવશે, ગુજરાતીઓ ચેતજો

ગુજરાતમાં વરસાદનો આવતીકાલથી શરૂ થનારો Rain Warning બીજો રાઉન્ડ પહેલા રાઉન્ડને પણ હંફાવે તેવો હોવાથી ગુજરાતીઓને સાવચેત રહેવાની ચેતવણી આપવામાં આવી છે. તેની સાથે બીજા રાઉન્ડના વરસાદ સાથે સીઝનનો વરસાદ 40 ટકાને પણ વટાવી જાય તેમ માનવામાં આવી રહ્યુ છે. રાજ્યમાં ચોમાસાની શરૂઆત સાથે જ ભારે વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. 25 જૂને ચોમાસું બેઠું ત્યારથી સતત વરસાદ ચાલુ છે. હજુ પહેલો રાઉન્ડ પૂર્ણ થયો નથી, ત્યાં બીજો રાઉન્ડ શરૂ થશે. ભારે વરસાદના પગલે નદીનાળાં છલકાયાં હતાં અને મોટાભાગના ડેમ પણ ઓવરફ્લો થઈ જવા પામ્યા છે.

સુરત શહેરમાં વહેલી સવારે જ વરસાદની ધમાકેદાર Rain Warning એન્ટ્રી થઈ હતી. પાલ, અડાજણ, રાંદેર, રિંગરોડ વેસુ વરાછા સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે વરસાદી માહોલ સર્જાયો છે. સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. ગઈકાલે બપોર બાદ સુરતીઓએ બફારો અનુભવ્યો હતો. આજે વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો હતો. વીજળીના ચમકારા સાથે વરસાદી માહોલ સમગ્ર શહેરમાં જામી ગયો છે. વરસાદ થતાંની સાથે જ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે. ઘરેથી કામકાજ માટે બહાર નીકળતા લોકો રેઈનકોટ અને છત્રી લઈને બહાર નીકળતા દેખાયા.

રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી Rain Warning હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં વરસાદ પડશે. ખાસ કરીને 7 અને 8 જુલાઈ એમ બે દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડશે. 5 અને 6 જુલાઈ એમ બે દિવસ સામાન્ય વરસાદ ત્યાર બાદ રાજ્યમાં ભારે વરસાદ પડશે.

Rain Gujarat 2 વરસાદના બીજો રાઉન્ડ પહેલા રાઉન્ડને પણ હંફાવશે, ગુજરાતીઓ ચેતજો

ગુજરાતમાં સિઝનના 35 ઇંચની સરેરાશ સામે જૂનમાં Rain Warning પોણા 10 ઇંચ (27.72%) વરસાદ પડ્યો છે. આ વરસાદ અત્યાર સુધીના જૂનમાં પડેલો પાંચમો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ છે. 122 વર્ષમાં જૂનમાં સૌથી વધુ 12 ઇંચ વરસાદ 1980માં પડ્યો હતો. જ્યારે સૌથી ઓછો માત્ર 1.7 મિમી વરસાદ 1923માં નોંધાયો હતો. બીજી બાજુ સારા વરસાદના કારણે એક મહિનામાં 97966 કરોડ લિટર પાણી જળાશયોમાં સંગ્રહિત થઇ ચૂક્યું છે. બિપરજોય વાવાઝોડા બાદ ચોમાસાની ધમાકેદાર શરૂઆતના કારણે જૂનમાં રાજ્યનાં જળાશયોની સ્થિતિ સુધરી છે. રાજ્યના 251 તાલુકા પૈકી 112 તાલુકામાં સિઝનનો 25%થી વધુ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ Rain Warning જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ પડશે જેમાં પહેલા બે દિવસ સામાન્ય વરસાદ રહેશે. પરંતુ ત્યારબાદ સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદ રહેશે. સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે, અમદાવાદ શહેરમાં પણ 7 અને 8 જુલાઈ એમ બે દિવસ અતિભારે વરસાદ રહેશે. વલસાડ, દમણ, દાદરા-નગર હવેલી, ગીર સોમનાથ, મોરબી, ડાંગ, નવસારી સહિતના વિસ્તારમાં ભારે વરસાદ રહેશે.

 

આ પણ વાંચોઃ Hottest/ 1901 પછી આ વખતે જૂનમાં ભારતીય દ્વીપકલ્પ સૌથી વધુ ગરમ

આ પણ વાંચોઃ બળાબળના પારખા/ આજે શરદ પવારનો પાવર ચાલશે કે અજીતની જીત થશે

આ પણ વાંચોઃ Political Crisis/ બેઠક પહેલા અજિત પવારને મોટો ફટકો, શરદ પવારના સમર્થનમાં આવ્યા આ ધારાસભ્ય

આ પણ વાંચોઃ US Whitehouse/ અમેરિકામાં વ્હાઇટહાઉસમાં શંકાસ્પદ પદાર્થ મળતાં મચ્યો હડકંપ

આ પણ વાંચોઃ Moscow-Drone Attack/ મોસ્કો પર યુક્રેનિયન ડ્રોન હુમલા બાદ ગુસ્સે ભરાયું રશિયા