Not Set/ નડિયાદ અકસ્માત/ સળિયા ભરેલી ટ્રક વૃક્ષ સાથે અથડાતા 2નાં મોત

રાજ્યમાં એક બાજુ કોરોનાના લીધે લોકો જીવ ગુમાવી રહ્યા છે તો બીજી બાજુ અકસ્માતમાં જીવ ગુમાવી રહ્યા છે. રાજ્યમાં દિવસે ને દિવસે કોરોના કેસ સાથે સાથે અકસ્માતની ઘટના પણ વધી રહ્યા છે. આવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં બે લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. જણાવીએ કે નડિયાદ મહુધા રોડ પર  સળિયા […]

Gujarat Others

રાજ્યમાં એક બાજુ કોરોનાના લીધે લોકો જીવ ગુમાવી રહ્યા છે તો બીજી બાજુ અકસ્માતમાં જીવ ગુમાવી રહ્યા છે. રાજ્યમાં દિવસે ને દિવસે કોરોના કેસ સાથે સાથે અકસ્માતની ઘટના પણ વધી રહ્યા છે. આવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં બે લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.

જણાવીએ કે નડિયાદ મહુધા રોડ પર  સળિયા ભરેલી ટ્રક વૃક્ષ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. ટ્રક ચાલકને ઝોકું આવી જતા ટ્રક અથડાઈ હોવાનું સામે આવી રહ્યું છે. આ અકસ્માતમાં ડ્રાઇવર અને ક્લીનરના ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે.  

આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી અવી હતી. જે બાદ બંને મૃતદેહને પીએમ માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.