Not Set/ અમિતાભ બચ્ચને આ સુંદર પોસ્ટ લખી માન્યો ડોક્ટર અને ચાહકોનો આભાર

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન કોરોના વાયરસથી સંક્રમિત છે અને તેમની સારવાર નાણાવટી હોસ્પિટલમાં ચાલી રહી છે. તેમની તબિયત ઝડપથી સુધરી રહી છે. તેમણે હોસ્પિટલમાં પણ તેમનો નિત્યક્રમ તોડ્યો નથી. ક્યારેક ચાહકોને તેમના બ્લોગ દ્વારા જન્મદિવસની શુભેચ્છાઓ આપતા રહે છે, તો ક્યારેક તે દેશભરમાંથી મળતા પ્રેમ માટે આભાર વ્યક્ત કરી રહ્યા છે. બિગ બીએ હાલમાં જ […]

Uncategorized

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન કોરોના વાયરસથી સંક્રમિત છે અને તેમની સારવાર નાણાવટી હોસ્પિટલમાં ચાલી રહી છે. તેમની તબિયત ઝડપથી સુધરી રહી છે. તેમણે હોસ્પિટલમાં પણ તેમનો નિત્યક્રમ તોડ્યો નથી. ક્યારેક ચાહકોને તેમના બ્લોગ દ્વારા જન્મદિવસની શુભેચ્છાઓ આપતા રહે છે, તો ક્યારેક તે દેશભરમાંથી મળતા પ્રેમ માટે આભાર વ્યક્ત કરી રહ્યા છે. બિગ બીએ હાલમાં જ હોસ્પિટલમાંથી સોશિયલ મીડિયા પર એક કવિતા શેર કરી છે, જે વાયરલ થઈ રહી છે.

અમિતાભ બચ્ચને ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, “શ્વેત વર્ણ આભૂષણ, સેવા ભાવ સમર્પણ, ઈશ્વર રૂપી દેવતા યે, પીડિતો કે સંબલ યે, સ્વયં કો મિટા દિયા, ગલે હમેં લગા લિયા, પૂજા દર્શન કે સ્થાન યે, પરચમ ઈન્સાનિયત કે.” ચાહકોનું કહેવું છે કે આ વાંચ્યા પછી, એવું લાગે છે કે તેઓએ ડોકટરોનો આભાર માન્યો છે, કારણ કે તેઓ પોતાની જાતની સંભાળ રાખ્યા વિના આ મુશ્કેલ સમયમાં લોકોની સેવા કરવામાં વ્યસ્ત છે.

આ પહેલા બિગ બીએ આ પોસ્ટ શેર કરીને દેશભરમાંથી મળેલા પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યી હતો. તેમણે લખ્યું, “પ્રાર્થનાઓ, સદ ભાવનાઓની મુશળધાર બારિશ, સ્નેહ રૂપી બંધન કા બાંધ તોડ દિયા હૈ. બહ ગયા, સ્થિર રહ ના પાયા, તર કર દિયા મુજે ઇસ અપાર પ્યાર ને, મેરે ઇસ એકાકી પન કે અંધેરે કો જો તેમને પ્રજવલિત કર દિયા હૈ, વ્યક્ત ન કર પાઉંગા વ્યક્તિગત આભાર, બસ , નત મસ્તક હૂં મેં.”   

આપને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર કોરોના ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ કરી હતી. આ પછી અભિષેકે ટ્વિટર પર એમ પણ કહ્યું કે તેનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. તે પછી ઐશ્વર્યા રાય અને આરાધ્યાનો  કોવિડ -19 નો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો, જ્યારે જયા બચ્ચન, શ્વેતા નંદા અને તેમના બાળકોને કોરોના નેગેટીવ આવ્યો છે.    

અત્યારે અમિતાભ અને અભિષેક હોસ્પિટલમાં છે, જ્યારે ઐશ્વર્યા અને આરાધ્યા જલસામાં જ હોમ ક્વોરન્ટીન છે. જયા તેના સ્ટાફ સાથે બીજા બંગલામાં રહી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.