Not Set/ IPL 2019: DC VS KKR: દિલ્હીનો સુપરઓવરમાં કોલકાતા સામે રોમાંચક વિજય, શોની 99 રનની આક્રમક ઇનિંગ

નવી દિલ્હી, કોલકાતા નાઇટ રાઇડર્સની વિરુદ્વ દિલ્હી કેપિટલ્સે સુપર ઓવર સુધી ચાલેલી મેચમાં બાજી મારી લીધી હતી અને મેચ જીતી લીધી હતી. આ મેચમાં ટોસ જીતીને દિલ્હીની ટીમે પહેલી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને તેના જવાબમાં ઉતરેલી કોલકાતા નાઇટ રાઇડર્સની શરૂઆત નિરાશાજનક રહી હતી અને ટોચના ક્રમાંકના ખેલાડીઓનું કંગાળ પ્રદર્શન રહ્યું હતું જો કે […]

Uncategorized

નવી દિલ્હી,

કોલકાતા નાઇટ રાઇડર્સની વિરુદ્વ દિલ્હી કેપિટલ્સે સુપર ઓવર સુધી ચાલેલી મેચમાં બાજી મારી લીધી હતી અને મેચ જીતી લીધી હતી. આ મેચમાં ટોસ જીતીને દિલ્હીની ટીમે પહેલી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને તેના જવાબમાં ઉતરેલી કોલકાતા નાઇટ રાઇડર્સની શરૂઆત નિરાશાજનક રહી હતી અને ટોચના ક્રમાંકના ખેલાડીઓનું કંગાળ પ્રદર્શન રહ્યું હતું જો કે રસેલના 28 બોલમાં આક્રમક 62 રન અને દિનેશ કાર્તિકના 36 બોલમાં ફટકારેલા 50 રનને સહારે કોલકાતાએ દિલ્હીને 186 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

આ લક્ષ્યાંકને હાંસલ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલની શરૂઆત જબરદસ્ત રહી હતી. જેમાં શો અને અય્યરની જોડીએ બોલરોના બોલ પર ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા હતા. જો કે અય્યર 43 રને રસેલનો શિકાર બન્યો હતો. જો કે ત્યારબાદ પૃથ્વી શોએ બાજી સંભાળતા 55 બોલમાં 99 રનની આક્રમક ઇનિંગ રમી હતી. તે બાદ કુલદીપે અંતિમ બોલિંગ ઘાતક કરી હતી જેમાં દિલ્હીને જીતવા માટે 6 રનની જરૂર હતી પરંતુ ઇનગ્રામ 2 રનને બદલે માત્ર 1 જ રન બનાવી શક્યો હતો અને તેને કારણે આ મેચ સુપરઓવર સુધી પહોંચ્યો હતો.

ત્યારબાદ રમાયેલી સુપરઓવરમાં દિલ્હી તરફથી પંત અને અય્યર મેદાન પર ઉતર્યા હતા અને અય્યરની વિકેટ ગુમાવીને દિલ્હીએ કેકેઆરને જીતવા માટે 11 રનનો લક્ષ્યાંક આપ્યો હતો જો કે રબાડાએ યોર્કરનો વરસાદ કરતા કેકેઆરને હારનો સામનો કરવો પડ્યો હતો. રસેલે ફોર મારી હોવા છતાં રબાડાએ તેને ત્રીજા બોલમાં બોલ્ડ કરતા કોલકાતા હાર્યું હતું.

દિલ્હીની ટીમ: શિખર ધવન, પૃથ્વી શૉ, શ્રેયસ ઐયર (કેપ્ટ્ન), ઋષભ પંત, કોલીન ઇન્ગ્રામ,હનુમા વિહારી, હર્ષલ પટેલ, ક્રિસ મોરિસ, સંદીપ લામીચાને, કગીસૉ રબાડા અને અમિત મિશ્રા

કોલકાતાની ટીમ: ક્રિસ લિન, નિખિલ નાઈક, રોબિન ઉથપ્પા, શુભમન ગિલ, નીતિશ રાણા, દિનેશ કાર્તિક (કેપ્ટ્ન/ વિકેટકીપર), આન્દ્રે રસલ, પિયુષ ચાવલા, કુલદીપ યાદવ, લોકી ફર્ગ્યુસન અને ક્રિષ્ના પ્રસિદ્ધ