મુંબઇ
જાણીતી ગાયક કલાકાર નેહા કક્કરનું વિડીયો આલ્બમ સામે આવ્યા પછી હવે તે ફિલ્મોમાં જોવા મળી શકે છે. થોડા સમય પહેલા ગાયક અને કમ્પોઝર વિશાલ દદલાણીએ કેમેરા સામે નેહા કક્કરની અદાકારીના વખાણ કર્યા હતા.
આલબમમાં ચમક્યા પછી નેહા કક્કર એકટીંગ કરે ફિલ્મોમાં દેખાય તેવું અનેક ચાહકો ઇચ્છી રહ્યા છે. ત્યારે ખુદ નેહા કકકરે કહ્યું છે કે, હું ગાયીકા બનીને ખુશ છું પરંતુ જો મને બહુ સારી સ્કીપ્ટ મળશે તો જ સ્વીકારીશ.
હાલ નેહા કક્કર ઇન્ડિયન આઇડોલમાં જજ તરીકેના કામમાં વ્યસ્ત છે. 2006માં નેહાએ સિગીંગ રિયાલીટી શોમાં ભાગ લીધો ત્યારે તે જીતી શકી નહોતી. અલબત ત્યારબાદ તેના અવાજને ખુબ જ લોકપ્રિયતા મળી છે. નેહાએ તાજેતરમાં કાલા ચશ્મા, સન્ની સન્ની, મનાલી ટ્રેન્સ જેવા લોકપ્રિય ગીતોના અવાજ આપ્યો હતો. નેહાનું મીલે હો તુમ હમ કો સોન્ગ યુ ટયુબ ઉપર ખુબ જ પોપ્યુલર રહ્યું હતું.
અત્યારે તો નેહા એકટીંગ કરવાનું વિચારી રહી છે પરંતુ તેની મુખ્ય શરત એ છે કે સ્કીપ્ટ વાર્તા એવી સારી હોવી જોઇએ કે તેને નકારાનું મન જ ના થાય.
જો કે હેરોઇન તરીકે નેહાને તેની હાઈટ નડી શકે તેમ છે.ઓછી હાઈટ ધરાવતી નેહાનો ખુબસુરત ચહેરો કદાચ તેને ફિલ્મો સુધી લાવી શકે છે.
