Not Set/ શાહરૂખે કર્યું એવું ઉમદા કામ જે સાંભળીને તમે મારશો સલામ

મુંબઇ ફિલ્મોની ગ્લેમરસ દુનિયાની ઝાકમઝોલની સાથે સાથે શાહરૂખ ખાન સમાજની ભલાઈ માટે થતા દરેક કામ માટે હંમેશા તૈયાર રહે છે.શાહરુખ અનેક ચેરિટી સંસ્થા સાથે સંકળાયેલ છે અને હવે તે એસિડ એટેકથી પીડિતાઓ માટે તત્પર છે. શાહરૂખના મીર ફાઉંડેશને અતિજીવન ફાઉંડેશન અને ન્યૂ હોપ હોસ્પિટલ સાથે મળીને એસિડ અટેક પીડિતાઓ માટે પ્લાસ્ટિક સર્જરી કેમ્પ શરૂ કરવાની […]

Uncategorized

મુંબઇ

ફિલ્મોની ગ્લેમરસ દુનિયાની ઝાકમઝોલની સાથે સાથે શાહરૂખ ખાન સમાજની ભલાઈ માટે થતા દરેક કામ માટે હંમેશા તૈયાર રહે છે.શાહરુખ અનેક ચેરિટી સંસ્થા સાથે સંકળાયેલ છે અને હવે તે એસિડ એટેકથી પીડિતાઓ માટે તત્પર છે.

શાહરૂખના મીર ફાઉંડેશને અતિજીવન ફાઉંડેશન અને ન્યૂ હોપ હોસ્પિટલ સાથે મળીને એસિડ અટેક પીડિતાઓ માટે પ્લાસ્ટિક સર્જરી કેમ્પ શરૂ કરવાની યોજના બનાવી છે.આ યોજના પ્રમાણે એસિડ એટેકથી પીડિત યુવતીઓની પ્લાસ્ટીક સર્જરી વિના મૂલ્યે કરવાનું નક્કી થયું છે.

આ સર્જરી કેમ્પ સાથે જ આઈ સર્જરી કેમ્પની પણ યોજના બનાવી હતી. આ પહેલ 13 જુલાઈએ ચેન્નાઈમાં કરવામાં આવી અને હવે 15 જુલાઈએ એટલે કે આજે આઈ સર્જરી કરવાની શક્યતા છે.

દેશભરની એસિડ અટેક પીડિતાઓને શ્રેષ્ઠ સારવાર આપવાના ઉદ્દેશથી શાહરૂખના મીર ફાઉંડેશન સાથે મળીને અતિજીવન ફાઉંડેશને કરેલી આ પહેલથી અત્યાર સુધીમાં 44 પીડિતાઓની સર્જરી કરવામાં આવી છે.

શાહરુખ જો કે આ સામાજિક કામની કોઈ પ્રસિધ્ધિ લેવા માંગતો નથી.શાહરૂખ કહે છે કે નેકી કર દરિયામે ડાલ.