Surat News/ સુરતથી ગુમ થયેલી 3 સગીરાઓ ઈટારસી સ્ટેશનેથી મળી

સુરત (Surat) શહેરમાંથી શંકાસ્પદ સંજોગોમાં ગુમ (Missing)થયેલી ત્રણ સગીરાઓને શોધવામાં ઉધના પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ને મહત્વપૂર્ણ સફળતા મળી છે

Top Stories Gujarat Surat
સુરત (Surat) શહેરમાંથી શંકાસ્પદ સંજોગોમાં ગુમ (Missing)થયેલી ત્રણ સગીરાઓને શોધવામાં ઉધના પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ને મહત્વપૂર્ણ સફળતા મળી છે

Surat News : સુરત (Surat) શહેરમાંથી શંકાસ્પદ સંજોગોમાં ગુમ (Missing)થયેલી ત્રણ સગીરાઓને શોધવામાં ઉધના પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ને મહત્વપૂર્ણ સફળતા મળી છે. સંયુક્ત ઓપરેશનના પરિણામે ત્રણેય સગીરાઓને મધ્યપ્રદેશના ઈટારસી રેલવે સ્ટેશન (Itarsi Railway Station)પરથી સહી-સલામત શોધી કાઢવામાં આવી છે.

પ્રાથમિક તપાસ મુજબ, સગીરાઓના પાડોશમાં રહેતા બે યુવકોએ તેમને લગ્ન અથવા અન્ય લાલચ આપીને ફોસલાવી હતી અને ત્યારબાદ તેમને સાથે લઈ ભાગી ગયા હતા. સગીરાઓ ગુમ થયાની જાણ થતાં જ ઉધના પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી હતી.

પોલીસે વિવિધ CCTV Footage, મોબાઇલ લોકેશન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ આગળ ધપાવી હતી. તપાસ દરમિયાન મળેલા મહત્વના ઇનપુટના આધારે RPF સાથે સંકલન સાધીને મધ્યપ્રદેશના ઈટારસી રેલવે સ્ટેશન પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ ઓપરેશન દરમિયાન ત્રણેય સગીરાઓને સુરક્ષિત રીતે શોધી કાઢવામાં આવી હતી. સાથે જ અપહરણમાં સંડોવાયેલા બંને યુવકોને કાયદેસરની અટકાયત કરવામાં આવી છે. હાલ આરોપીઓને સુરત લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે અને તેમની સામે વધુ કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

પોલીસના સમયસરના પ્રયાસો અને ટેકનિકલ તપાસના કારણે સગીરાઓને કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલાં જ સુરક્ષિત રીતે પરત લાવવામાં સફળતા મળી છે.


આ પણ વાંચો : રશિયા ભણવા ગયેલો યુવક યુક્રેન સાથે યુધ્ધમાં ઉતર્યા પછી ગૂમ, પરિવાર ચિંતિત

આ પણ વાંચો : અમદાવાદ પ્લેન ક્રેશ : ગુમ થયેલા ફિલ્મમેકર મહેશ જીરાવાલાનું થયું મોત

આ પણ વાંચો : રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં અમેરિકાથી આવેલો પરિવાર ગૂમ