National News/ રાજા રઘુવંશી લગ્ન વિવાદ; કેટરિંગના બાકી નાણાં માટે કેટરર પહોંચ્યા પોલીસ સ્ટેશને

મેઘાલયના ચકચારી કેસમાં મૃતક રાજા રઘુવંશીના(Raja Raghuvanshi ) લગ્નનું કેટરિંગ બિલ ચૂકવવામાં આવ્યું નથી. કેટરર પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે સિવિલ મેટર કહીને હસ્તક્ષેપ નકાર્યો.

Top Stories NATIONAL India
Raja Raghuvanshi

Raja Raghuvanshi Wedding Catering Bill Controversy:  ઇંદોરમાં રાજા–સોનમ રઘુવંશી હનીમૂન મર્ડર કેસ વચ્ચે હવે તેમની લગ્નની કૅટરિંગ બિલને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. લગ્નને લગભગ 15 મહિના વીતી ગયા છતાં કૅટરરનું 2.82 લાખ રૂપિયાનું બકાયા બિલ ચૂકવાયું નથી, જેના કારણે કૅટરર હવે પોલીસ અને કાનૂની નોટિસ બંનેનો રસ્તો અપનાવી રહ્યો છે.

11.42 લાખનો કૉન્ટ્રાક્ટ, 2.82 લાખ બાકી

ઇંદોરના કૅટરર હિતેશ (જિમી) રોહિરા મુજબ, રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશીની લગ્ન સમારંભ માટે ફૂડ–કૅટરિંગનો કુલ કૉન્ટ્રાક્ટ 11,42,550 રૂપિયાનું હતો. તેમના જણાવ્યા અનુસાર, રાજા અને સોનમ બંને પક્ષોએ મળીને 8,60,000 રૂપિયા ચૂકવ્યા, પરંતુ 2,82,550 રૂપિયા હજુ સુધી બાકી છે. હિતેશે દાવો કર્યો છે કે તેમણે અનેક વખત રાજાના મોટા ભાઈ વિપિન રઘુવંશી અને સોનમના પરિવાર સાથે સંપર્ક કર્યો, પરંતુ બંને પક્ષ એક–બીજા પર ચૂકવણીની જવાબદારી ધકેલી રહ્યા છે.

Raja Raghuvanshi

પોલીસ પાસે પહોંચ્યો કૅટરર, ફરિયાદ ના નોંધાઈ

બાકી રકમ વસૂલવા માટે હિતેશે 1 એપ્રિલે પોતાના વકીલ મારફતે વિપિન અને સોનમના પરિવારના નામે કાનૂની નોટિસ મોકલી, જેમાં 15 દિવસમાં ચુકવણી કરવાની માંગ હતી. સમયમર્યાદા પૂરી છતાં રકમ ન મળતાં, તેઓ દ્વારકાપુરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા. પરંતુ થાના પ્રભારી મનિષ મિશ્રાએ ફરિયાદ નોંધવા ઈન્કાર કર્યો અને સમજાવ્યું કે બે પક્ષ વચ્ચે પૈસાની લેવડ–દેવડનો આ વિવાદ પોલીસના હસ્તક્ષેપ માટે યોગ્ય નથી, કારણ કે આ દીવાણી (સિવિલ) કેસ છે; તેથી કૅટરરને કોર્ટનો રસ્તો અપનાવવો પડશે.

બંને પરિવારનો જવાબ અને આક્ષેપ(Raja Raghuvanshi )

રાજાના ભાઈ વિપિન રઘુવંશીનું (Raja Raghuvanshi )કહેવું છે કે “કૅટરર ને અમારી તરફથી બુક જ કરવામાં આવ્યો નહોતો, તેને સોનમના મોટા ભાઈ ગોવિંદે બુક કર્યો હતો, તેથી અમારા પરિવારનું કોઈ દેવું બાકી નથી.” બીજી તરફ, સોનમના ભાઈ ગોવિંદ રઘુવંશી દાવો કરે છે કે લગભગ આખું બિલ ચૂકવી દેવામાં આવ્યું છે. તેમના શબ્દોમાં, કૅટરર હવે ક્યાંથી આવી ગયો? લગ્નને 15 મહિના બાદ તે માત્ર સસ્તો પ્રચાર મેળવવા માટે બાકી બિલની વાત કરી રહ્યો છે.”

હાલમાં કૅટરર સિવિલ કોર્ટમાં વસૂલાતનો દાવો દાખલ કરવાની તૈયારીમાં છે, અને રાજા–સોનમ(Raja Raghuvanshi) કેસમાં પહેલેથી ચચરાયેલી બંને પરિવારો હવે લગ્નના કૅટરિંગ બિલના આ નવા ટ્વિસ્ટને કારણે ફરી એકવાર ચર્ચામાં છે.


આ પણ વાંચો:રાજા રઘુવંશી હત્યાકાંડમાં મોટો વળાંક, શિલોંગ કોર્ટે સોનમને જામીન આપ્યા, જાણો શું છે સમગ્ર કેસ

આ પણ વાંચો: સોનમ ઇન્દોરમાં આરોપી વિશાલ દ્વારા ભાડે લેવામાં આવેલા ફ્લેટમાં રોકાઈ હતી

આ પણ વાંચો:‘રાજા સાથે લગ્ન ગોઠવાયેલા હતા, મારી દીકરી નિર્દોષ છે’, સોનમ રઘુવંશીના પિતાનું મોટું નિવેદન