Breking News/ દિલ્હીમાં SIRની સમયસીમા વધી; હવે 27 ઓક્ટોબરે જાહેર થશે ફાઇનલ વોટર લિસ્ટ

દિલ્હીમાં એસઆઈઆર (Delhi SIR) ની સમયસીમા લંબાવવામાં આવી છે. હવે 24 ઓક્ટોબર 2026ના રોજ ફાઇનલ વોટર લિસ્ટ પબ્લિશ થશે. જાણો નવું શિડ્યુલ અને આંકડા.

NATIONAL Top Stories India Breaking News
Delhi SIR

Delhi SIR Deadlines Extended Final Voter List Update:  દિલ્લીમાં મતદાર યાદીની Special Intensive Revision (SIR) પ્રક્રિયાની સમયમર્યાદા Election Commissionએ વધારી દીધી છે. હવે Booth Level Officers દ્વારા ઘર–ઘર જઈ મતદારોની વિગતોનું વેરિફિકેશન 8 ઑગસ્ટ 2026 સુધી ચાલુ રહેશે. ત્યારબાદ 17 ઑગસ્ટે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે, દાવા–આપત્તિઓની પ્રક્રિયા પૂર્ણ થયા પછી અંતિમ મતદાર યાદી 19 ઑક્ટોબર 2026એ પ્રકાશિત થશે.

સુધારેલું Delhi SIR સમયપત્રક

સુધારેલા શેડ્યૂલ મુજબ SIRની મુખ્ય તારીખો આ પ્રમાણે છે:

– ઘર–ઘર વેરિફિકેશન: 30 જૂન થી 8 ઑગસ્ટ 2026

– ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશન: 17 ઑગસ્ટ 2026

– દાવા અને આપત્તિઓનો સમય: 17 ઑગસ્ટ થી 16 સપ્ટેમ્બર 2026

– દાવા–આપત્તિ નિકાલ અને નોટીસ ફેઝ: 17 ઑગસ્ટ થી 15 ઑક્ટોબર 2026

– અંતિમ મતદાર યાદી પ્રકાશન: 19 ઑક્ટોબર 2026

આ સમયગાળા દરમિયાન મતદારોને પોતાનું નામ, સરનામું અને અન્ય વિગતો ચકાસી, સુધારવા અને નવા નામ ઉમેરવા માટે સંપૂર્ણ તક મળશે.

75 લાખથી વધુ મતદાર ફોર્મનું ડિજિટલીકરણ

SIR હેઠળ દિલ્લીમાં(Delhi SIR) મતદાર ગણના ફોર્મ્સનું ડિજિટલીકરણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. હાલમાં 75,72,315 ગણના ફોર્મ્સ ડિજિટાઈઝ થઈ ચૂક્યા છે, જે દિલ્લીના કુલ 1,45,10,298 મતદારોના લગભગ 52.19 ટકા આવરી લે છે. કુલ 1,44,92,544 મતદારો સુધી ગણના ફોર્મ પહોંચાડવામાં આવ્યા છે, એટલે કે 99.88 ટકા ઇલેક્ટર્સને ફોર્મ મળી ચૂક્યા છે. હવે મુખ્ય કામ ભરાયેલા ફોર્મ્સને સિસ્ટમમાં દાખલ કરીને અંતિમ યાદીમાં સચોટ માહિતી દર્શાવવાનું છે.

જિલ્લાવાર પ્રગતિ – કોણ આગળ, કોણ પાછળ

દિલ્લીના 13 જિલ્લાઓમાં SIR હેઠળ ડિજિટલીકરણનું કામ અલગ–અલગ ગતિએ ચાલી રહ્યું છે. આઉટર નૉર્થ જિલ્લો સૌથી આગળ છે, જ્યાં લગભગ 64 ટકા ફોર્મ્સ અપલોડ થઈ ગયા છે. તેના પછી દક્ષિણ–પશ્ચિમ, પશ્ચિમ, ઉત્તર–પશ્ચિમ અને મધ્ય–ઉત્તર જિલ્લાઓમાં પણ 50 ટકા કરતાં વધુ ફોર્મ્સનું ડિજિટલીકરણ થઈ ચૂક્યું છે. દક્ષિણ–પૂર્વ, જુની દિલ્હી, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ જેવા કેટલાક જિલ્લાઓમાં ડિજિટલીકરણનો દર ઓછો છે, પરંતુ અહીં ફોર્મ વિતરણ લગભગ પૂર્ણ થયું છે. આ જિલ્લામાં હવે વધુ ઝડપથી માહિતી સિસ્ટમમાં દાખલ કરવાની જરૂર છે.

મતદારો માટે અગત્યનો સંદેશ

કારણ કે ફોર્મનું વિતરણ લગભગ તમામ મતદારો સુધી થઈ ગયું છે, હવે Election Commission અને CEO Delhi ઓફિસ(Delhi SIR) તે જોર આપી રહ્યા છે કે મતદારો સમયસર તેમના ફોર્મ ભરીને જમા કરે. સાચી અને અપડેટેડ મતદાર યાદી માટે દરેક નાગરિકનો સહકાર જરૂરી છે, જેથી આવનારી ચૂંટણીમાં કોઈનું નામ છૂટે નહીં અને મતાધિકારનો યોગ્ય ઉપયોગ થઈ શકે.


આ પણ વાંચો:બંગાળ ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, SIRમાં નામ કપાયેલા મતદારો મત નહીં આપી શકે

આ પણ વાંચો: ECનો મોટો ખુલાસો, પશ્ચિમ બંગાળ SIRમાં 90 લાખથી વધુ મતદારો દૂર, જિલ્લાવાર ડેટા જાહેર

આ પણ વાંચો: તા.1-1-2026ની લાયકાતની તારીખ આધારિત મતદાર યાદી SIR