National News/ બંગાળ ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, SIRમાં નામ કપાયેલા મતદારો મત નહીં આપી શકે

પશ્ચિમ બંગાળ ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટે SIR પ્રક્રિયામાં નામ કપાયેલા મતદારોને મતદાનની છૂટ આપવાનો ઇનકાર કર્યો છે. જાણો શું છે સમગ્ર વિવાદ અને કોર્ટે ચૂંટણી પંચને કયા સવાલ કર્યા.

Top Stories NATIONAL India
SIRમાં નામ કપાયેલા મતદારો મત નહીં આપી શકે: SC

Supreme Court SIR Hearing Summary: પશ્ચિમ બંગાળમાં આગામી 23 અને 29 એપ્રિલ 2026ના રોજ યોજાનારા મતદાન પૂર્વે મતદાર યાદીનો વિવાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા હેઠળ જે મતદારોના નામ યાદીમાંથી હટાવવામાં આવ્યા છે, તેમને સુપ્રીમ કોર્ટે હાલ તુરંત મતદાન કરવાની છૂટ આપવાનો ઇનકાર કર્યો છે. ચીફ જસ્ટિસ સૂર્ય કાંતે સ્પષ્ટ કર્યું કે ટ્રિબ્યુનલ પર કેસોનું ભારણ વધારીને ચૂંટણી પ્રક્રિયામાં જોખમ ઊભું કરી શકાય નહીં.

મતદાન માટેની શરત

જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ જણાવ્યું કે જો જ્યુડિશિયલ ઓફિસરો (ટ્રિબ્યુનલ) દ્વારા તપાસ બાદ કોઈનું નામ યાદીમાં પાછું ઉમેરવામાં આવશે, તો જ તેઓ મતદાન કરવા પાત્ર ઠરશે. જેમના નામ કપાયા છે અને અપીલ હજુ પેન્ડિંગ છે, તેમને વચગાળાની રાહત તરીકે મતદાનની છૂટ આપી શકાય નહીં.

ચૂંટણી પંચને આકરા સવાલ

કોર્ટે ચૂંટણી પંચને સવાલ કર્યો કે જ્યારે બિહારમાં 2002ની યાદીના મતદારો પાસે કોઈ દસ્તાવેજો મંગાયા નહોતા, તો બંગાળમાં આ પ્રક્રિયા કેમ અલગ રાખવામાં આવી? જસ્ટિસે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, “જો જીતનું અંતર માત્ર 2% હોય અને યાદીમાંથી નામ કપાવાને કારણે 15% પાત્ર મતદારો મત ના આપી શકે, તો આ ગંભીર બાબત છે.”

SIR પ્રક્રિયાના આંકડા

કુલ કેટલા મતદારોના નામ કપાયા?: 90.66 લાખ

નામ કપાયા બાદ કેટલી અપીલ થઈ?: 34.35 લાખ

મતદાનની તારીખો: 23 એપ્રિલ અને 29 એપ્રિલ, 2026

ચૂંટણી પંચની દલીલ

ચૂંટણી પંચે કોર્ટમાં જણાવ્યું કે મતદાનના છેલ્લા દિવસોમાં મતદાર યાદીમાં મોટા ફેરફારો કરવા કાયદાકીય રીતે મુશ્કેલ છે. સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પંચે પૂરી તકેદારી રાખવાની ખાતરી આપી છે. સુપ્રીમ કોર્ટે હવે એક મજબૂત અને નિષ્પક્ષ અપીલ વ્યવસ્થા ઊભી કરવા પર ભાર મૂક્યો છે.


આ પણ વાંચો:મતદાર યાદીના વિશેષ સુધારા (SIR) પર પશ્ચિમ બંગાળમાં રાજકીય ઉથલપાથલ

આ પણ વાંચો: ECનો મોટો ખુલાસો, પશ્ચિમ બંગાળ SIRમાં 90 લાખથી વધુ મતદારો દૂર, જિલ્લાવાર ડેટા જાહેર

આ પણ વાંચો: તા.1-1-2026ની લાયકાતની તારીખ આધારિત મતદાર યાદી SIR