Surendranagar News : સુરેન્દ્રનગરમાં બસ સ્ટેન્ડમાં આવતા મુસાફરોની તંત્ર દ્વારા મશ્કરી કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે. જેમાં શહેરના મુખ્ય બસ સ્ટેન્ડમાં પીવાના પાણી માટે મુસાફરો વલખા મારતા જોવા મળે છે. બસ સ્ટેન્ડ પર પાણીના નળ ખોલો, તો પાણી નહિ હવા આવે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
છેલ્લા 24 કલાકથી સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં પીવાના પાણીની બુમરાણ મચી છે. જેમાં STના અધિકારીઓ દ્વારા કોઈ કામગીરી હાથ ન ધરાતા મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને કારણે મુસાફરો દુકાનેથી વેચાતુ પાણી લઈને તરસ છીપાવવા મજબુર બન્યા છે. એટલું જ નહી ST સ્ટેન્ડના શૌચાલયો પણ પાણીના અભાવના પગલે બંધ કરવામાં આવ્યા છે.
આમ એરપોર્ટ જેવા બસ સ્ટેન્ડની હાલત અત્યંત દયનિય બની ગઈ છે. મુસાફરોને સુવિધાઓ આપવામાં ST તંત્ર સદંતર નિષ્ફળ ગયું હોવાનું જણાઈ રહ્યું છે.
આ પણ વાંચો:ટાઈમ મેગેઝિનના ગ્રેટેસ્ટ પ્લેસમાં હેરિટેજ સિટી અમદાવાદનો સમાવેશ,જાણો
આ પણ વાંચો:વર્લ્ડ હેરિટેજ સ્મારક સિદી સૈયદની જાળીના વિકાસ માટે 2 કરોડ ખર્ચવામાં આવશે,જાણો
આ પણ વાંચો:વડનગર વિરાસતને લેન્ડ માર્ક હેરિટેજ-ટુરિઝમ ડેસ્ટિનેશન બનાવવાનો રાજ્ય સરકારનો નિર્ધાર
