Mahesana/ દૂધસાગર ડેરીની 15 બેઠકો માટે કુલ 39 ઉમેદવારો ચૂંટણી જંગમાં, 27 ફોર્મ રદ્દ

સાપ્રાંત સમયમાં વિવાદોનું પર્યાયી અને રાજકીય અખાડા જેવુ પ્રતિતિ થતી મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણી આવી ગઇ છે. અને  આગામી પાંચમી જાન્યુઆરીએ યોજાનારી 15 બેઠકોની ચૂંટણીમાં ફાઇનલી 39 ઉમેદવારો મેદાનમાં છે.

Gujarat Others
  • મહેસાણા દૂધસાગર ડેરી ચૂંટણીનો મામલો
  • 15 બેઠકો માટે કુલ 39 ઉમેદવારો ચૂંટણી જંગમાં
  • કુલ 123 ઉમેદવારો એ 132 ફોર્મ ભર્યા હતા
  • ફોર્મ ચકાસણી માં 27 ફોર્મ રદ્દ કરાયા હતા
  • વિપુલ ચૌધરી સહિત કુલ 39 વચ્ચે ચૂંટણી જંગ
  • 5 જાન્યુઆરીના રોજ યોજાશે મતદાન
  • 1126 મતદારો કરશે મતદાન 

સાપ્રાંત સમયમાં વિવાદોનું પર્યાયી અને રાજકીય અખાડા જેવુ પ્રતિતિ થતી મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણી આવી ગઇ છે. અને  આગામી પાંચમી જાન્યુઆરીએ યોજાનારી 15 બેઠકોની ચૂંટણીમાં ફાઇનલી 39 ઉમેદવારો મેદાનમાં છે. ચૂંટણી માટે કુલ 123 ઉમેદવારો દ્વારા 132 ફોર્મ ભર્યા હતા જે પૈકી બુધવારે ફોર્મ ચકાસણી દરમિયાન 27 ફોર્મ રદ થયાં હતાં અને 105 ફોર્મ માન્ય રહ્યાં હતાં. જ્યારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે અન્ય ફોર્મ પરત ખેંચાતાં હવે મેદાનમાં 39 ઉમેદવારો રહ્યા છે.

Congress / રાહુલની ગુજરાત કોંગ્રેસને સ્પષ્ટ વાત – હાલ કોઇ પરિવર્ત…

ઉલ્લેખનીય છે કે પ્રતિષ્ઠાનો જંગ બની ગયેલી મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણીમાં સિદ્ધપુર સીટ પરથી 3 ઉમેદવારના ફોર્મ જે ચૂંટણી અધિકારી ક વર્ગને કારણે અમાન્ય રાખ્યા હતા તે ગુરુવારે હાઈકોર્ટે મંજૂર કરતા હવે સિદ્ધપુરમાં પણ ચૂંટણી જંગ જામ્યો હોવાનું જોવામાં આવી રહ્યું છે.

વિપુલભાઈ ચૌધરીની પેનલ વાળા ત્રણ ઉમેદવારોનાં ફોર્મ મંજૂર થતાં અશોકભાઈ ચૌધરીની પેનલને ઝટકો લાગ્યો છે. વિપુલ ચૌધરીની પેનલના ત્રણ ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવા આવતાં ત્યાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. હવે સિદ્ધપુર સીટ પર પણ ચૂંટણીનો જંગ જામશે. જો કે, હરીફ ઉમેદવારોની યાદી હજુ પ્રસિદ્ધ કરાઈ નથી ત્યારે ખરેખર કેટલા અને કયા ઉમેદવારો મેદાનમાં છે, એ ચિત્ર તો હરીફ ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ થયા બાદ જ સ્પષ્ટ થશે.

Attack: મહુવામાં દીપડાનો આંતક, મહિલાને ફાડી ખાતા મોત…

5 જાન્યુઆરીએ મહેસાણાની વર્ધમાન વિદ્યાલયમાં 11 મતદાન મથકોમાં મતદાન યોજાશે. જેમાં કુલ 1126 મતદારો તમામ 15 બેઠકો અને 39 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.

ઉલ્લેખનિય છે કે, દૂધસાગર ડેરીમાં સત્તા મેળવવા માટે બંને જૂથો, ચૌધરી Vs ચૌધરી એટલે કે, વિપુલભાઈ ચૌધરી અને અશોકભાઈ ચૌધરી જુથ્થ દ્વારા તડામાર તૈયારી કરી લેવામાં આવી છે. જો કે, કાયદાકીય રસાકસી હાલ પણ યથાવત છે કારણ કે, વિપુલ ચૌધરી ચૂંટણી લડશે કે નહીં તે હજી નક્કી થયું નથી. અને ગુરુવારે વિપુલ ચૌધરીના જામીન HCમાંથી નામંજૂર થયા છે. હાઇકોર્ટમાં જોડીયા મંડળી દ્વારા અરજી દાખલ કરવામાં આવી છે. જે અનુસંધાને સુનાવણી પૂર્ણ કરવામાં આવી છે અને કોર્ટ દ્વારા આ મામલે 30 ડિસેમ્બરે આદેશ આપવામાં આવશે તેવું જાણવવામાં આવ્યું છે. હાલ સૌ કોઇ ની નજરો 30 ડિસેમ્બરનાં HC નાં આદેશ પર છે. .

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…