Karnataka News : કર્ણાટકના બેંગલુરુમાં એક સોફ્ટવેર એન્જિનિયરની શંકાસ્પદ મોતના એક અઠવાડિયા બાદ પોલીસે ચોંકાવનારી વિગતો બહાર પાડી છે. તપાસમાં ખુલ્યું છે કે 34 વર્ષીય શર્મિલા ડીકેની હત્યા (Kills)પાડોશમાં રહેતા 18 વર્ષીય યુવકે સેક્સની માંગણીનો વિરોધ થતાં કરી હતી.
શર્મિલાનો મૃતદેહ 3 જાન્યુઆરીએ રામમૂર્તિ નગરના સુબ્રમણ્ય લેઆઉટમાં આવેલા તેમના ભાડાના એપાર્ટમેન્ટમાંથી મળ્યો હતો. પ્રાથમિક તપાસમાં આગ લાગવાથી ગૂંગળામણને કારણે મોત થયું હોવાનું જણાયું હતું. શર્મિલા પ્રતિષ્ઠિત આઈટી કંપની એક્સેન્ચરમાં કાર્યરત હતી.
મૃતદેહ મળ્યા બાદ પોલીસે BNSSની કલમ 194(3)(iv) હેઠળ અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો. ફોરેન્સિક પુરાવા, ટેકનિકલ વિશ્લેષણ અને વૈજ્ઞાનિક તપાસના આધારે પોલીસ શંકાસ્પદ સુધી પહોંચી.
હત્યા(Kills) નો ગુનો કબૂલ કર્યો
NDTVના અહેવાલ મુજબ, પોલીસે જણાવ્યું કે આરોપી કરનાલ કુરાઈ મૃતકના ઘરની બાજુમાં રહેતો હતો. પૂછપરછ દરમિયાન તેણે હત્યા(Kills) નો ગુનો કબૂલ કર્યો. તેના જણાવ્યા અનુસાર, 3 જાન્યુઆરીએ રાત્રે લગભગ 9 વાગ્યે તે સ્લાઇડિંગ બારી મારફતે શર્મિલાના ઘરમાં પ્રવેશ્યો અને સેક્સની માંગણી કરી. શર્મિલાએ વિરોધ કરતાં આરોપીએ તેનું મોં અને નાક દબાવી દીધું, જેના કારણે તે અર્ધબેભાન થઈ ગઈ. ઝપાઝપી દરમિયાન તેને ગંભીર ઇજાઓ થઈ અને લોહી વહેવા લાગ્યું.
પોલીસ મુજબ, પુરાવાનો નાશ કરવા આરોપીએ પીડિતાના કપડાં અને અન્ય સામગ્રી બેડરૂમમાં ગાદલા પર મૂકી આગ લગાવી દીધી અને સ્થળ પરથી ફરાર થયો. તે શર્મિલાનો મોબાઇલ ફોન પણ સાથે લઈ ગયો હતો.
આરોપીની કબૂલાત અને અન્ય સમર્થન પુરાવાઓના આધારે તેને IPCની કલમ 103(1) (હત્યા)(Kills), 64(2), 66 તથા 238 (પુરાવાનો નાશ) હેઠળ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે કેસની વધુ તપાસ ચાલુ છે.
