Not Set/ પત્ની સાથે અકુદરતી સેક્સની માંગણી કરનાર બિલ્ડર પતિ સહિત સાસરીયા સામે ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી

અમદાવાદ, નશો કરી વાયેગ્રા લઇ પત્ની સાથે અકુદરતી સેક્સ(સૃષ્ટી વિરુધનું કૃત્ય)ની માંગણી કરનાર બિલ્ડર પતિ સહિત સાસરીયા સામે વસ્ત્રાપુર પોલીસે ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. જેમાં પોલીસે કેસને સમર્થન કરતા દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓના નિવેદન પણ ટાંક્યા છે. ઉલ્લેખનીય છે કે, જામનગર અને અમદાવાદના શ્રીમંત બિલ્ડર પતિ વિશાલ કેશવાલાની પત્નીએ પોતાના પતિ વિશાલ, સાસુ […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

નશો કરી વાયેગ્રા લઇ પત્ની સાથે અકુદરતી સેક્સ(સૃષ્ટી વિરુધનું કૃત્ય)ની માંગણી કરનાર બિલ્ડર પતિ સહિત સાસરીયા સામે વસ્ત્રાપુર પોલીસે ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે.

જેમાં પોલીસે કેસને સમર્થન કરતા દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓના નિવેદન પણ ટાંક્યા છે. ઉલ્લેખનીય છે કે, જામનગર અને અમદાવાદના શ્રીમંત બિલ્ડર પતિ વિશાલ કેશવાલાની પત્નીએ પોતાના પતિ વિશાલ, સાસુ રમીલાબેન, સસરા વસ્તાભાઈ અને નણંદ પુનમબેન  સામે સૃષ્ટી વિરુધનું કૃત્ય આચરી, દહેજ શારીરિક અને માનસિક ત્રાસ આપી જાનથી મારી નાખવા અંગેની ફરિયાદ કરી હતી.

પોલીસે વિશાલ સહિતના આરોપીઓ સામે આઇપીસીની કલમ 294(ખ), 323, 377, 380, 497, 506 અને આઇટી એક્ટની કલમ મુજબ ચાર્જશીટ રજૂ કરી છે. જેમાં પોલીસે એવો આરોપ મુક્યો છે કે, વર્ષ 2014માં લગ્ન બાદ પિતાએ 30 તોલા સોનુ સહિતનું કરિયાવર આપ્યું હતું.

જામનગરથી અમદાવાદ રહેવા આવ્યા બાદ પતિ વિશાલે દારૂ, ગાંજાનું સેવન શરૂ કર્યું હતું, ઉપરાંત વિશાલ વિયાગ્રા લેવા છતાં શારીરિક સુખ ના માણી શકતાં પરિણીતાને જબરજસ્તી ઓરલી સેક્સ કરાવતો હતો. તેની સાથે અકુદરતી સેક્સ કરતો હતો.

પરિણીતાએ પતિની કાળી કરતૂતોની જાણ સાસરિયાઓને કરતાં તે લોકો પણ ‘પૈસાદાર લોકો તો આવું જ કરે’ તેમ કહી પરિણીતાને ધમકાવતાં હતા. વેલેન્ટાઇન ડેના દિવસે પણ વિશાલ અન્ય યુવતી સાથે રંગરેલિયા મનાવતો હતો. તેના સસરા વસ્તાભાઈએ તો પરિણીતાને કહ્યું હતું કે, તુ તો ભીખારી ઘરની છે, અમે તો રાજાશાહી જીવન જીવવાવાળા છીએ.

રિવોલ્વરથી ગોળી મારીને પતાવી દઈશું, તેમ કહી જમીનમાં દાટી દેવાની ધમકી પરણિતાને આપી હતી. આ ઉપરાંત બિલ્ડર વિશાલ મસલ્સ બનાવવા માટે દરરોજ ઇન્જેક્શનો લેતો હતો અને ચરસ-ગાંજાનો બંધાણી હોવાથી પરિણીતા ઉપર ગુસ્સે થતો હતો અને વારંવાર માર-મારતો હતો. જેમાં સાસરીયા સહકાર આપતા હતા.