Not Set/ વોટ્સએપમાં જોડવામાં આવશે આ ખાસ ફિચર્સ, યુઝરને થશે ફાયદો

નવી દિલ્હી, દુનિયાના સૌથી લોકપ્રિય એવા ઈંસ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપમાં હવે એક નવું ફિચર્સ આવવાનું છે, જે યુઝર માટે ફાયદાકારક થઇ શકે છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, આવનારા વોટ્સએપ અપડેટ સાથે એક વેકેશન મોડ નામનું એક નવું ફિચર્સ આપવામાં આવશે, જેના ઉપયોગથી યુઝર્સ કન્વસેર્શનને લાંબા સમય સુધી મ્યુટ કરી શકે છે. હાલમાં પણ વોટ્સએપમાં કન્વસેર્શનને […]

Trending Tech & Auto

નવી દિલ્હી,

દુનિયાના સૌથી લોકપ્રિય એવા ઈંસ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપમાં હવે એક નવું ફિચર્સ આવવાનું છે, જે યુઝર માટે ફાયદાકારક થઇ શકે છે.

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, આવનારા વોટ્સએપ અપડેટ સાથે એક વેકેશન મોડ નામનું એક નવું ફિચર્સ આપવામાં આવશે, જેના ઉપયોગથી યુઝર્સ કન્વસેર્શનને લાંબા સમય સુધી મ્યુટ કરી શકે છે.

tech-whatsapp-vacation-mode-how-it-works-benefits

હાલમાં પણ વોટ્સએપમાં કન્વસેર્શનને મ્યુટ કરવાનો ઓપ્શન છે, પરંતુ આ માત્ર શોર્ટ ટર્મ માટે છે.

ઉદાહરણ તરીકે, યુઝરે કોઈ ચેટને આર્કાઈવ કરી છે, પરંતુ જયારે કોઈ ગ્રુપ કે કોઈ ચેટમાં કોઈએ મેસેજ કર્યો તો તે પોતાની જાતે જ અન આર્કાઈવ થઇ જાય છે.

tech-whatsapp-vacation-mode-how-it-works-benefits

જો કે, વેકેશન મોડથી આર્કાઈવ ચેટને વેકેશન મોડમાં નાખીને લાંબા સમય સુધી મ્યુટ કરી શકાય છે. એટલે કે ત્યારબાદ આર્કાઈવ કરવામાં આવેલા કોઈ ગ્રુપ કે પોતાના ચેટમાં જો કોઈ મેસેજ આવે છે તો તે અન આર્કાઈવ થશે નહિ અને યુઝરને નોટિફિકેશન પણ નહિ આવે.

જો યુઝર કોઈ પણ ચેટને પોતાના લિસ્ટમાં જોવા માંગતા નથી અને જેને તમે મ્યુટ કરીને આર્કાઈવ કર્યું છે તો આ ફિચર તમારા માટે ખૂબ ઉપયોગી થશે. કારણ કે પોતાની મર્જી વગર આ ચેટ જોવા મળશે નહિ.