Ahmedabad News/ ધોળકામાં ગમખ્વાર અકસ્માત: બાઈક અને બુલેટની ટક્કરમાં 2 ના મોત

ધોળકામાં આજે ગમખ્વાર અકસ્માત થયો, જેમાં 2 વ્યક્તિના ગંભીર રીતે ઈજાઓ થવાથી મોત થયા છે.

Gujarat Top Stories Ahmedabad Breaking News

Ahmedabad News : અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કોઠ બેગવા રોડ પર આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક અને બુલેટ વચ્ચે જોરદાર ટક્કર થતાં 2 વ્યક્તિના કરુણ મોત નિપજ્યા છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયેલ છે.

મળતી માહિતી મુજબ, બાઈક ચાલક ચંદ્રકાન્તભાઈ પરષોતમભાઈ મેરૈયાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે ભવનપુરા ગામના રોયલ એન્ફિલ્ડ બુલેટ ચાલક રાજલભાઈ નટુભાઈને સારવાર દરમિયાન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. બાઇક પર સવાર અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. પોલીસને જાણ કરતાં કોઠ પોલીસ સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ધોળકા હાઈવે પર ભયંકર અકસ્માતમાં 5 ના ઘટનાસ્થળે મોત, 2 ની હાલત ગંભીર

આ પણ વાંચો: ધોળકા-બગોદરા હાઇવે પર માતાજીના મંદિરે જતા પાંચ લોકોના અકસ્માતમાં મોત

આ પણ વાંચો: અમદાવાદમાં ધોળકા-બાવળા રોડપર ગમખ્વાર અકસ્માત, યુવકનું નિપજયું મોત