Mehsana News/ મહેસાણા : ઊંઝામાં સંબંધો લજવતો કિસ્સો સામે આવ્યો

આ બનાવમાં પોક્સો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે

Gujarat Others

Mehsana News : મહેસાણાના ઉંઝામાં સંબંધો લજવતો બનાવ સામે આવ્યો છે. જેમાં સગા પિતાએ છૂટાછેડાની તકરારમાં અશોભનીય કૃત્ય આચર્યું હતું. જેમાં નરાધમ પિતાએ 9 વર્ષ ની દીકરીના કપડાં ફાડી જઘન્ય અપરાધ કર્યો હતો. આરોપીને વર્ષ 2023થી પત્ની સાથે અણબનાવ ચાલે છે.

આ અંગે માનસિક ત્રાસ અને ઘરેલુ હિંસાની ફરિયાદ કરી હતી. પતિ વિનાજી ઠાકોર સામે ઉંઝા કોર્ટમાં દાવો ચાલી રહ્યો છે.બે મિત્રો સાથે આવેલા વિનાજી ઠાકોરે આ અશોભનીય કૃત્ય આચર્યું હતું.

જેને લઈને વિનાજી ઠાકોર અને તેના બે મિત્રો સામે ફરિયાદ દાખલ થઈ છે. એક માસ અગાઉ બનેલા આ બનાવમાં પોક્સો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઓનલાઈન ડેટિંગ એપથી સાવધાન, અમદાવાદનો એક યુવક રૂપસુંદરીની લાલચમાં બન્યો હનીટ્રેપનો શિકાર

આ પણ વાંચો:હનીટ્રેપ ગુન્હાના ફરિયાદીએ ન્યાયની આશા છોડી કર્યો આત્મહત્યાનો પ્રયાસ, આરોપીના PI સાથે ફોટો જોઈ પોલીસ કામગીરી પર સવાલ

આ પણ વાંચો:હનીટ્રેપમાં ફસાવવા માટે 48 રાજકારણીઓનો વીડિયો બનાવાયો, કર્ણાટકના મંત્રી કે.એન. રાજન્નાનો દાવો