Ahmedabad News/ અમદાવાદમાં એક દિવસની બાળકીને કોરોના, હાલ NICUમાં સારવાર હેઠળ

કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, હાલ બાળકીની માતાનો રિપોર્ટ નેગેટિવ છે. 

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)માં એક દિવસની બાળકીને કોરોના (Corona) થયો હોવાની વિગતો મળી છે. નવજાત શિશુને NICUમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં 2 કોરોના પોઝિટિવ (Positive) દર્દીઓની સારવાર ચાલી રહી છે. બાળકીની માતાને ગયા અઠવાડિયે કોરોનાની અસર થઈ હતી. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, હાલ બાળકીની માતાનો રિપોર્ટ નેગેટિવ છે.

રાજકોટમાં કોરોના (Corona)ના 8 કેસ નોંધાયા છે. 2 મહિલા અને 6 પુરુષો સહિત 8 વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 24 પર પહોંચી ગઈ છે. છેલ્લા 3 દિવસમાં 19 કેસ નોંધાયા હોવાથી આરોગ્ય વિભાગ સતર્ક હોય તેવું લાગે છે. ટેસ્ટિંગ અને ટ્રેસિંગ સહિતની કામગીરી ઝડપી બનાવવામાં આવી રહી છે.

જામનગરમાં ગુલાબનગરમાં 1 કેસ નોંધાતા કુલ કેસનો આંકડો 13 થયો છે. ભાવનગરમાં કોરોનાના આજે વધુ 3 કેસ નોંધાયા છે. નીલમબાગ વિસ્તારનો 31 વર્ષીય યુવક પોઝિટિવ આવ્યો છે. ઘોઘા રોડ વિસ્તારના 55 વર્ષીય આધેડ કોરોનાગ્રસ્ત થયા છે. ગાયત્રી નગરના 48 વર્ષના યુવક પણ કોરોના પોઝિટિવ આવતા ત્રણે દર્દીઓને હાલ ઓમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. ભાવનગરમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 7 પર પહોંચી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં કોરોનાનાં 190 કેસ, અમદાવાદમાં 131 કેસ નોંધાયા

આ પણ વાંચો:કચ્છમાં કોરોનાની એન્ટ્રી, આરોગ્ય તંત્ર દ્વારા સર્વે કામગીરી શરૂ

આ પણ વાંચો:NB.1.8.1 અને LF.7… ભારતમાં મળી રહ્યા છે, કોરોનાના 2 નવા પ્રકારોના કેસ ,જાણો તે કેટલા ઘાતક