Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોના (Corona)નાં 190 કેસ નોંધાયા છે, જેમાં 131 કેસ તો અમદાવાદમાં જ નોંધાયા છે. રાજકોટમાં 15, જામનગરમાં 10, મહેસાણામાં 6, ગાંધીનગરમાં 5, ભાવનગરમાં 4, કચ્છમાં 3, બનાસકાંઠામાં 2, ખેડામાં 2, આણંદ, વલસાડ, ભરૂચમાં 1 કેસ નોંધાયો છે. 10 દિવસમાં 183 નવા કેસ નોંધાયા છે.
ભુજમાં કોરોનાનાં 2 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. તંત્ર ડોર ટુ ડોર સર્વે કરી માહિતી એકત્ર કરશે. કયા પ્રકારનો વાયરસ છે તેની માહિતી લેવાશે. બંને દર્દીઓ હાલમાં હોમ ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. દર્દીઓની સંભવિત ટ્રાવેલિંગ હિસ્ટ્રી હોવાની આશંકા સાથે તપાસ કરાશે. મોડી રાત સુધી તંત્રએ સર્વેની કામગીરી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદ (Ahmedabad) શહેરમાં એક જ દિવસમાં કોરોનાના 131 નવા કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. ગઈકાલે 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના 17 કેસ નોંધાયા હતા. શહેરમાં હાલમાં કોરોનાના 131 સક્રિય કેસ હોવાની માહિતી મળી છે. જ્યારે 2 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
વિશ્વના ઘણા દેશોની જેમ ભારતમાં પણ કોરોના ચેપના કેસોમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસ ફરી એકવાર દસ્તક આપી રહ્યો છે. કોવિડ-19 શરૂ થયાને પાંચ વર્ષ થઈ ગયા છે, પણ વાયરસ હજુ સુધી ગયો નથી. તે દર વર્ષે નવા સ્વરૂપ સાથે પાછું આવે છે. ક્યારેક ડેલ્ટા, ક્યારેક ઓમિક્રોન અને હવે NB.1.8.1 અને LF.7 જેવા નવા વેરિઅન્ટ. નવો પ્રકાર JN.1 ઘણા રાજ્યોમાં ફેલાયો છે. મહારાષ્ટ્રથી દિલ્હી સુધી કોવિડ-19 ના ઘણા કેસ જોવા મળી રહ્યા છે. તમિલનાડુ અને કેરળમાં પણ કોરોનાના કેસ મળી આવ્યા છે.
દિલ્હી એઇમ્સના ભૂતપૂર્વ ડિરેક્ટર રણદીપ ગુલેરિયા સાથે કોરોના વિશે કહ્યું, “કોરોના વાયરસ JN.1 નો એક નવો પ્રકાર આવ્યો છે. આ પ્રકાર ઓગસ્ટ 2023 માં નોંધાયો હતો પરંતુ હવે તે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ છે.”
તેમણે વધુમાં કહ્યું કે આ વેરિઅન્ટમાં કેટલાક પરિવર્તનો છે, જેના કારણે તે વધુ ચેપનું કારણ બને છે. તેનાથી શરદી, ફ્લૂ, તાવ, ખાંસી અને ખંજવાળ આવે છે. જે લોકોને હૃદયની સમસ્યાઓ છે, ડાયાબિટીસ છે અથવા જે દવાઓ તેમની રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે તે લે છે તેમણે વધુ કાળજી લેવાની જરૂર છે.
આ પણ વાંચો:અમદાવાદમાં કોરોનાનાં 20 કેસ! કુલ 31 એક્ટિવ કેસ
આ પણ વાંચો:અમદાવાદમાં કોરોનાનો વધુ એક કેસ, યુવતી કોરોના પોઝિટિવ
આ પણ વાંચો:ગુજરાતમાં ફરી ઘાતક કોરોનાની રિએન્ટ્રી..! જાણો ક્યાં નોંધાયા
