ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર ધીમે ધીમે ઘટી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં માત્ર 25 નવા કોરોના કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,24,546 પર પહોંચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એક વ્યક્તિનું મોત થયું નથી. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 17 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 814761 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 207 છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલમાં રસીકરણ ચાલી રહ્યું છે. જો કે રાજ્યમાં વેપારી એકમો, વાણિજ્યિક સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓ જેના કર્મચારીઓ માટે કોરોના વેકસીનેશન ફરજિયાત બનાવવામાં આવી છે.
જો કે સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 68 કર્મચારીને રસીનો પ્રથમ ડોઝ અને 8498 કર્મચારીઓને રસીનો બીજો ડોઝ અપાયો છે. 45થી વધારે ઉંમરના 45411 નાગરિકોને રસીનો પ્રથમ અને 154836 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. 18-45 વર્ષનાં 135991 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 40657 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 3,85,461 રસીના ડોઝ એક દિવસમાં અપાયા છે. અત્યાર સુધીમાં કુલ 3,65,81,478 નાગરિકોનું કુલ રસીકરણ થઇ ચુક્યું છે.
