Not Set/ ગાંધીનગર: ગાયની અડફેટે ચડ્યાં સાંસદ લીલાધર વાઘેલા, ICUમાં દાખલ

પાટણ પાટણના સાંસદ લીલાધર વાઘેલાને ગાંધીનગરના સેક્ટર 21માં તેમના જ ઘર પાસે ગાયએ હુમલો કર્યો હતો. ગાયે અડફેટે લેતા સાંસદ લીલાધર ગંભીર રીતે ઘાયલ થયા હતા..ત્યારે તેમને એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સાંસદ લીલાધર વાઘેલા ઘર પાસે આંટો મારવા નીકળ્યા ત્યારે ઘરથી 3 ઘર આગળ ગાયે શીંગડું મારી આશરે 4 ફૂટ જેટલા હવામાં ફંગોળ્યા હતા..તેઓને […]

Top Stories

પાટણ

પાટણના સાંસદ લીલાધર વાઘેલાને ગાંધીનગરના સેક્ટર 21માં તેમના જ ઘર પાસે ગાયએ હુમલો કર્યો હતો. ગાયે અડફેટે લેતા સાંસદ લીલાધર ગંભીર રીતે ઘાયલ થયા હતા..ત્યારે તેમને એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

સાંસદ લીલાધર વાઘેલા ઘર પાસે આંટો મારવા નીકળ્યા ત્યારે ઘરથી 3 ઘર આગળ ગાયે શીંગડું મારી આશરે 4 ફૂટ જેટલા હવામાં ફંગોળ્યા હતા..તેઓને સાથળમાં શિંગડું વાગ્યું હતું અને નીચે પટકાતા બે જેટલી પાસળીઓમાં ક્રેક પડી હતી.

જોકે ઘાયલ લીલાધર વાઘેલાને તાત્કાલિક એપોલો હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પાટનગર ગાંધીનગરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધતો જાય છે. ત્યારે અગાઉ પણ આવી કેટલીયે ઘટનાઓ બની ચુકી છે.

પરંતુ ગાંધીનગર મહાનગરપાલિકા રખડતા ઢોરોના ત્રાસ અંગે કોઈ નક્કર પગલા ભરતું નથી. સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા રખડતા ઢોર અંગે અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી. પણ તંત્ર દ્વારા ઢોર પકડવાની કામગીરીમાં નિષ્ક્રિયતા કેમ રાખવામાં આવે છે ? તે મુદ્દો ચર્ચાના એરણે છે.