Gujarat Crime News: રાજકોટ, અરવલ્લીમાં કાયદો વ્યવસ્થા કથળી હોવાની ઘટના બની છે. રાજકોટમાં યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે તો અરવલ્લીના બાયડમાં અંગત અદાવતમાં હુમલો કરાતા 7 લોકોને ઈજાઓ પહોંચી હતી. ઘાયલ લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
રાજકોટ જીલ્લામાં જસદણ તાલુકાના મફતીયા પરા વિસ્તારમાં રારસ રાઠોડ નામના યુવક પર તુષાર ઉર્ફે બુધો રાઠોડે છરી વડે હુમલો કર્યો હતો. યુવક ઈજાગ્રસ્ત થતાં તેને જસદણ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જસદણ પોલીસને ઘટનાની જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. જસદણ પોલીસે હુમલાને લઈ તપાસ શરૂ કરી છે.
અરવલ્લી જિલ્લામાં પોલીસ ઊંઘતી ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે. અરવલ્લીના બાયડના પાલડી ગામે અંગત અદાવતમાં હુમલો કરાતા 7 લોકોને ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને જીતપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે. સારવાર દરમ્યાન સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પણ ઈજાગ્રસ્તો પર હુમલો કરાતા લોકો ભયભીત થઈ ગયા હતા. આરોગ્ય કેન્દ્રની દીવાલ, સરકારી સંપતિને નુકસાન પહોંચાડયું હતું. હિંસ થતાં હોસ્પિટલ તંત્રને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
પોલીસ ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. બન્ને પક્ષો દ્વારા સામ-સામે ફરિયાદ નોંધાવાઇ છે. આંબલીયારા પોલીસ સ્ટેશનમાં 28 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા મામલો ઉગ્ર બન્યો છે.
આ પણ વાંચો:સુરતમાં BJP યુવા મોરચા નેતા પર જીવલેણ હુમલો, CCTV વાયરલ
આ પણ વાંચો:સુરતમાં સોસાયટીના વહીવટકર્તાઓએ પરિવાર પર હુમલો કર્યો, મહિલાઓ બૂમો પાડતી રહી
આ પણ વાંચો:રાજકોટના વિંછીયા ખાતે પોલીસ પર હુમલો : 52 જણાની અટકાયત
