Not Set/ વડોદરા: સંસ્કારી નગરીને લાંછન લગાડનાર હાર્દિક પંડ્યા પર લોકોનો રોષ

વડોદરા, સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાનો પોતાના શહેરમાં જ વિરોધ કરવામાં આવી રહ્યો છે. મહિલા સંગઠને હાર્દિક પંડ્યાનું પૂતળું સળગાવ્યું હતું. કોફી વિથ કરનમાં ક્રિકેટર હાર્દિક પંડ્યાનાં વિવાદાસ્પદ નિવેદનોને કારણે તેનો ઘણો વિરોધ થઇ રહ્યો છે. ત્યારે આજે તેના વતન વડોદરાનાં કારેલીબાગમાં પણ મહિલા સંગઠન દ્વારા તેના પૂતળા દહન કરીને વિરોધ કરવામાં આવ્યો છે. વડોદરાના મહિલા […]

Gujarat Vadodara Videos

વડોદરા,

સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાનો પોતાના શહેરમાં જ વિરોધ કરવામાં આવી રહ્યો છે. મહિલા સંગઠને હાર્દિક પંડ્યાનું પૂતળું સળગાવ્યું હતું. કોફી વિથ કરનમાં ક્રિકેટર હાર્દિક પંડ્યાનાં વિવાદાસ્પદ નિવેદનોને કારણે તેનો ઘણો વિરોધ થઇ રહ્યો છે. ત્યારે આજે તેના વતન વડોદરાનાં કારેલીબાગમાં પણ મહિલા સંગઠન દ્વારા તેના પૂતળા દહન કરીને વિરોધ કરવામાં આવ્યો છે.

વડોદરાના મહિલા સંગઠન દ્વારા બીસીસીઆઇને પત્ર લખીને ક્રિકેટર હાર્દિક પંડ્યા સામે કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવે તેવો પત્ર લખ્યો છે.

મહિલા સંગઠનનાં પ્રમુખ, શોભાબેન રાવલે વિરોધ નોંધાવતા કહ્યું છે કે, હાર્દિક માફી નહીં માંગે તો ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવશે.  ‘હાર્દિક બેક ટુ પેવેલિયન’ અને ‘હાર્દિક પંડ્યા હાય હાય’નાં નારા લગાવ્યાં હતાં. મહિલાઓએ હાર્દિકનાં પોસ્ટરોને બાળી નાંખ્યાં હતાં.